Ahmedabad News: દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ (Ahmedabad Traffic Jam) ઉમટી રહી છે. આ દરમિયાન શહેરના એસજી હાઈવે પર બુધવારે રાત્રે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ હતી. પેલેડિયમ મોલથી ઈસ્કોન સુધી અંદાજે 5 કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગી હતી. રસ્તા પર નજર જાય ત્યાં સુધી કાર જ કાર જોવા મળતાં ટ્રાફિકજામનો ડ્રોન વીડિયો પણ સામે આવ્યો છે.
Ahmedabad Traffic Jam: પેલેડિયમ મોલથી ઈસ્કોન સુધી વાહનોની લાંબી કતાર
એસજી હાઈવે પર સામાન્ય રીતે પીક અવર્સ દરમિયાન ટ્રાફિકનું ભારણ રહેતું હોય છે. જોકે બુધવારે રાત્રે દિવાળીની ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો સિંધુભવન રોડ, ઈસ્કોન અને આસપાસના વિસ્તારો તરફ નીકળતાં વાહનોની સંખ્યા વધી ગઈ હતી. પરિણામે પેલેડિયમ મોલ (Palladium Mall)થી ઈસ્કોન સુધી અંદાજે 5 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર (SG Highway Traffic) લાગી હતી.

ડ્રોન વીડિયોમાં ટ્રાફિકજામનો નજારો કેદ
એસજી હાઈવે પર સર્જાયેલા ટ્રાફિકજામનો ડ્રોન વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં દૂર સુધી વાહનોની કતારો (Diwali Shopping Traffic) જોવા મળે છે. દિવાળીની ખરીદી માટે પરિવાર સાથે નીકળેલા અનેક લોકો આ ટ્રાફિકજામમાં ફસાયા હતા અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

દિવાળી સુધી ટ્રાફિકની સમસ્યા રહેવાની શક્યતા
સરખેજથી ઈસ્કોન સુધીના સિક્સલેન બ્રિજનું લોકાર્પણ 9 નવેમ્બરે થવાનું છે. બીજી તરફ દિવાળીની ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો આંબલી રોડ, ઈસ્કોન અને સિંધુભવન રોડ તરફ જતા હોય છે. આવી સ્થિતિમાં તહેવાર સુધી એસજી હાઈવે પર ટ્રાફિકનું ભારણ વધવાની અને વાહનચાલકોને વારંવાર ટ્રાફિકજામનો સામનો કરવો પડે તેવી શક્યતા છે.
આ પણ વાંચો: ચોટીલાના બોરીયાનેસ નજીક 8 કિમી લાંબો ટ્રાફિકજામ, વાહનોની કતારો લાગી
આ પણ વાંચો: પાલનપુરના આકર્ષણ રોડ પર મોટો ભૂવો પડ્યો, ટ્રક ખાબકતા હાઈવે પર કલાકો સુધી ટ્રાફિકજામ
આ પણ વાંચો: અમદાવાદ-મુંબઈ NH પર 10 KM ટ્રાફિક : બામણગામ બ્રિજ પર ટ્રાફિકજામ,જામ્બુવા બ્રિજ પર ખાડા
