Vapi News/ 13.88 કરોડનું ડ્રગ્સ ઝડપાતા ખળભળાટ, વાપી પોલીસના 3 અલગ અલગ દરોડામાં 3ની ધરપકડ

વાપીમાં(Vapi Drugs Seized) પોલીસે ડુંગરા, છીરી અને દાદરામાં દરોડા પાડી 13.88 કરોડનો ગાંજો અને માદક ગોળીઓ જપ્ત કરી, 3ની ધરપકડ

Gujarat Top Stories Others Breaking News
Vapi Drugs Seized

Vapi News: વાપી તથા આસપાસના વિસ્તારોમાં નશાકારક અને પ્રતિબંધિત માદક પદાર્થો(Vapi Drugs Seized)ના વેચાણ સામે ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન પોલીસે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડીને કુલ રૂ. 13.88 કરોડની કિંમતનો મોટો માદક જથ્થો ઝડપી પાડ્યો છે. આ કેસમાં અત્યાર સુધીમાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે નેટવર્ક સાથે જોડાયેલા અન્ય 4 શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

Vapi Drugs Seized: ડુંગરા વિસ્તારમાં રૂ. 1.21 કરોડનો ગાંજો જપ્ત

વાપીના ડુંગરા(Dungra Vapi) વિસ્તારમાં આવેલી લેકવ્યુ રેસિડેન્સીના એક ફ્લેટમાં દરોડો પાડીને રૂ. 1,21,83,500ની કિંમતનો 243.670 કિલોગ્રામ ગાંજાનો જથ્થો(Ganja Seized) જપ્ત કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ફ્લેટમાંથી પ્લાસ્ટિકના ડ્રમમાં ભરેલો શંકાસ્પદ પાવડર મળી આવ્યો હતો, જેના FSL પરીક્ષણમાં કેનાબિસના સક્રિય ઘટક તત્વોની હાજરી સાબિત થઈ હતી.

પોલીસે કાર્તિક ઉર્ફે પપ્પુ રવિન્દ્ર બિસ્વાલ (ઉંમર 32, મૂળ રહે. ઓડિશા)ની ધરપકડ કરી છે. પૂછપરછમાં આ જથ્થો લાવનાર તેના કાકા બનમાલી પ્રભાકર પાત્રાનું નામ ખુલતા તેને વોન્ટેડ જાહેર કરાયો છે. આ રેડમાં મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 1,21,88,500નો મુદ્દામાલ કબજે કરાયો છે.

છીરી અને દાદરામાં કરોડોની કિંમતની માદક ગોળીઓ ઝડપાઈ

અન્ય એક દરોડામાં વાપીના છીરી(Chhiri Vapi) ગાલામસાલા વિસ્તારમાં આવેલા એક મકાનમાંથી રૂ. 1,93,87,500ની કિંમતનો 387.750 કિલોગ્રામ માદક પદાર્થની ગોળીઓનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ કેસમાં મોહમદ અમીન મોહમદ બાસુ ખાન (ઉંમર 46, મૂળ રહે. ઝારખંડ)ની ધરપકડ કરવામાં આવી છે.

આરોપીએ પૂછપરછમાં આ જથ્થો સેલવાસના દાદરા વિસ્તારમાંથી મેળવ્યો હોવાની કબૂલાત કરી હતી. જેના આધારે દાદરા(Dadra Drugs Raid) ખાતે આવેલી એક દુકાનમાં તપાસ હાથ ધરાતા રૂ. 10,73,67,500ની કિંમતનો 2147.35 કિલોગ્રામ માદક પદાર્થની ગોળીઓનો જથ્થો મળી આવ્યો હતો. આ કેસમાં પ્રદિપ ઉર્ફે મન્નુ રામતિર્થ વર્મા (ઉંમર 28, મૂળ રહે. ઉત્તર પ્રદેશ)ની ધરપકડ કરવામાં આવી છે.

કુલ 2535.10 કિલોગ્રામનો જથ્થો મળી આવ્યો

છીરી અને દાદરા બંને સ્થળો મળીને કુલ 2535.10 કિલોગ્રામ (રૂ. 12,67,55,000ની કિંમતનો) માદક પદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે. આ નાર્કોટિક્સ નેટવર્ક(Narcotics Network)માં સંડોવાયેલા અન્ય મુખ્ય આરોપીઓ અનુરાગ ગુપ્તા (રહે. કાનપુર, ઉત્તર પ્રદેશ) અને સલમાન ઇકબાલ સિદ્દીકી (રહે. ઘાટકોપર, મુંબઈ)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

પોલીસે ત્રણ અલગ-અલગ સ્થળોની કાર્યવાહીમાં કુલ રૂ. 13.88 કરોડથી વધુનો પ્રતિબંધિત માદક દ્રવ્યનો જથ્થો જપ્ત કર્યો છે. આ નશાના કારોબારના મૂળ ક્યાં સુધી ફેલાયેલા છે અને તેની પાછળ કયા મોટા સોર્સ સંકળાયેલા છે, તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.


આ પણ વાંચો: રખિયાલમાં ગાંજાનો જથ્થો ઝડપાયો: મહિલા સહિત 2 આરોપી ઝડપાયા, ₹59,730નો મુદ્દામાલ જપ્ત
આ પણ વાંચો: ઈડરના ચિત્રોડામાંથી 11.36 લાખના ગાંજાનો જથ્થો મળી આવ્યો
આ પણ વાંચો: નવસારીમાં હાઈબ્રીડ ગાંજાનો જથ્થો તથા ડિસ્પોજેબલ વેપ્સ/ઈ સિગારેટનો જથ્થો મળી 28.15 લાખનો મુદ્દામાલ કબજે