Dhanteras 2026: ધનતેરસનો તહેવાર આજે અર્થાત્ 6 નવેમ્બર 2026 ના શુક્રવારે (Dhanteras 2026, 6 November 2026, Friday) મનાવવામાં આવી રહ્યો છે. આ વર્ષે શુક્રવારના દિવસે ધનતેરસ હોવાથી આ પર્વનું વિશેષ મહત્વ છે. હિન્દુ ધર્મમાં શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીની પૂજા માટે ખાસ માનવામાં આવે છે. ધનતેરસે ધન અને સુખ-સમૃદ્ધિની કામના કરવા માટે માતા લક્ષ્મીની આરાધના કરવામાં આવે છે. આ ઉપરાંત, ભગવાન ધન્વંતરિ (Dhanvantari)ની પૂજા કરવાથી પણ સારા સ્વાસ્થ્યની કામના કરવામાં આવે છે. તો જાણીએ કે ધનતેરસે પૂજાનું શુભ મુહૂર્ત શું છે અને કઈ વિધિથી માતા લક્ષ્મીની પૂજા કરવી જોઇએ?
ધનતેરસ 2026 અને શુક્રવારનો સંયોગ (Dhanteras 2026 on Friday)
આ વર્ષે ધનતેરસ 6 નવેમ્બર, શુક્રવારના રોજ મનાવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં શુક્રવારને માતા લક્ષ્મીને સમર્પિત દિવસ માનવામાં આવે છે. આ દિવસે માતાની પૂજા કરવાની પરંપરા છે. માતા લક્ષ્મીની સાથે ભગવાન કુબેર (Mata Lakshmi & Kuber Dev)ની પણ પૂજા કરવામાં આવે છે. આ સંજોગોમાં શુક્રવારે ધનતેરસનું પર્વ આવવું એ એક શુભ સંયોગ (Shubh Sanyog) માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ધન-ધાન્ય જળવાઈ રહે છે.

જ્યારે ધનતેરસ પર સાંજના સમયે પ્રદોષ કાળમાં પૂજા કરવાનું શુભ માનવામાં આવે છે. આથી આજે સાંજે માતા લક્ષ્મી અને કુબેર દેવની પૂજાનું વિશેષ મહત્વ છે. અહિં જણાવીએ કે ધનતેરસ દર વર્ષે અલગ-અલગ વાર પર આવે છે. આ વખતે શુક્રવારે આ તહેવારનું હોવું એ ખાસ સંયોગ માનવામાં આવે છે.
ધનતેરસ 2026 તિથિ અને મુહૂર્ત (Dhanteras 2026 Mahurat)
ધનતેરસ – 6 નવેમ્બર 2026, શુક્રવાર
ત્રયોદશી તિથિ શરુ – સવારે 10:30 વાગ્યે
ત્રયોદશી તિથિ સમાપ્ત – 7 નવેમ્બર 2026, સવારે 10:47 વાગ્યે
પ્રદોષ કાળ – સાંજે 5:33 થી રાત્રે 08:09 વાગ્યા સુધી
વૃષભ કાળ- સાંજે 06:01 થી 07:57 વાગ્યા સુધી

ધનતેરસે આ વિધિથી કરો માતા લક્ષ્મીની પૂજા (Dhanteras 2026 Puja Vidhi)
ધનતેરસે પૂજા કરતા પહેલા ઘર અને પૂજા સ્થળની સાફ-સફાઈ કરી લેવી. ફૂલો અથવા રંગોળીથી સજાવટ કરવી. ત્યાર બાદ સાંજે શુભ મુહૂર્તમાં પૂજાની તૈયારી કરવી. પૂજા માટે માતા લક્ષ્મી અને ભગવાન કુબેરની પ્રતિમા કે તસવીર બાજોઠ પર સ્થાપિત કરવી. ભગવાન ગણેશજીનું સ્મરણ કરતી વખતે પૂજા શરુ કરવી.
માતા લક્ષ્મીને કુમકુમ, અક્ષત, લાલ ફૂલ અને કમળનું ફૂલ અર્પિત કરવું. મીઠાઈ અને ખીરનો પ્રસાદ ધરાવવો. ત્યાર બાદ ભગવાન કુબેરને ફૂલ અને અક્ષત અર્પિત કરવા. માતા લક્ષ્મી અને કુબેર દેવની આરતી કરવી. અંતે ઘરના મુખ્ય દરવાજે અને પૂજા સ્થળે દીવો પ્રગટાવવો.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: ધનતેરસ 2026 ના ઘરની આ દિશામાં હંમેશાં ભરીને રાખો પાણીનો ગ્લાસ…મોજ કરાવશે ધન્વંતરી!
આ પણ વાંચો: કુબેર કોણ છે…લક્ષ્મીજી અને આ દેવતાની ઉપાસના વિના ધનતેરસનો તહેવાર પૂર્ણ ન ગણાય…
આ પણ વાંચો:
