Food Recipe/ દિવાળીના તહેવારમાં મીઠાશ ઘોળો…ઘરે જ બનાવો હલવાઈ જેવા દાણેદાર મોતીચૂરના લાડુ!

દિવાળીના દિવસે લક્ષ્મી-ગણેશની પૂજા કરવા માટે મોતીચૂરના લાડુ (Motichur Laddu) ખરીદવામાં આવે છે. પરંતુ, આજકાલ બજારની મીઠાઈઓમાં ભેળસેળનો ડર….

Trending Food Lifestyle
Motichur Laddu બનાવવાની easy રેસિપી...Diwali 2026 માટે અવશ્ય બનાવો!

Food Recipe: તમે ઘરે જ શુદ્ધ હલવાઈ જેવા જ દાણેદાર મોતીચૂરના લાડુ બનાવી શકે છે. એને બનાવવાનું અત્યંત સરળ છે. તો ચાલો જોઈ લઇએ મોતીચૂરના લાડુ બનાવવાની સરળ વિધિ (Motichur Laddu Recipe) અંગે…

આજે ધનતેરસ (Dhanteras 2026)ના પાવન પર્વની સાથે જ પાવન પર્વની શરુઆત થઇ ચૂકી છે. દિવાળીનો તહેવાર (Diwali 2026) આવતા વેંત બધાના ઘર સજાવટના ઝગમગાટની સાથે વિવિધ મીઠાઈઓ (Sweets) ની સુગંધથી મહેકવા લાગે છે. તહેવારોના આ સિઝનમાં દરેક વ્યક્તિ માર્કેટની મીઠાઈ ખરીદી લાવવાનું પસંદ કરે છે. દિવાળીના દિવસે લક્ષ્મી-ગણેશની પૂજા કરવા માટે મોતીચૂરના લાડુ (Motichur Laddu) ખરીદવામાં આવે છે. પરંતુ, આજકાલ બજારની મીઠાઈઓમાં ભેળસેળનો ડર રહે છે. આ સંજોગોમાં તમે ઘરે જ શુદ્ધ હલવાઈ જેવા જ દાણેદાર મોતીચૂરના લાડુ બનાવી શકે છે. એને બનાવવાનું અત્યંત સરળ છે. તો ચાલો જોઈ લઇએ મોતીચૂરના લાડુ બનાવવાની સરળ વિધિ (Motichur Laddu Recipe) અંગે…

શી રીતે બનાવશો મોતીચૂરના લાડુ? (Motichur Laddu Recipe) 

મોતીચૂરના લાડુ બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા પડશે.

Motichur Laddu Ingredients
Motichur Laddu Ingredients

સામગ્રી

2 કપ બેસન (ઝીણું)

2 કપ ખાંડ

1 કપ પાણી

બુંદી તળવા માટે દેશી ઘી કે તેલ

1 મોટી ચમચી દૂધ

10-12 કેસરના તાંતણા

2 ચપટી ઓરેન્જ અથવા યલો ફૂડ કલર

1 નાની ચમચી લીલી ઈલાયચી

2 મોટી ચમચી મગસતરીના બીજ

લીંબુનો રસ

Motichur Laddu Recipe
Motichur Laddu Recipe

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ એક મોટા વાસણમાં બેસન (Besan) ચાળી લેવું. એમાં થોડું-થોડું પાણી ઉમેરતા જઈને એક ચીકણો અને ઘટ્ટ ઘોળ તૈયાર કરવો. ધ્યાન રાખવું કે આ મિશ્રણમાં લમ્પ્સ જરા પણ ન પડવા જોઈએ.

2. 10 મિનિટ માટે આ મિશ્રણને ઢાંકી રાખો. હવે એક કડાઈમાં ઘી (Desi Ghee) કે તેલ મધ્યમ તાપે ગરમ કરો. બુંદી બનાવવા માટે બારીક છેદ વાળા ઝારા કે ચાળણીનો ઉપયોગ કરવો.

3. ઝારાને કડાઈથી થોડો ઉપર પકડી રાખીને ઉપર થોડો બેસનનો ઘોળ રેડો. મિશ્રણના ટીપાં ઘી કે તેલમાં પડતા જ ગોળ-ગોળ બુંદી બની જશે.

4. આ બુંદીને બહુ કડક નથી કરવાની…ફક્ત સોનેરી રંગ આવે એ પહેલા જ બહાર કાઢી લેવી. આ રીતે તમામ બુંદીને તળી લેવી.

5. ત્યાર બાદ એક અન્ય પૅનમાં ખાંડ અને પાણીને મિક્સ કરીને એને મધ્યમ તાપે ઉકાળી લો. જ્યારે ખાંડ ઓગળી જાય ત્યારે એમાં 1 ચમચી દૂધ મિક્સ કરવું જેથી ચાસણીની તમામ ગંદકી ઉપર આવી જાય. એને ચમચીથી દૂર કરી લેવી.

6. આ ચાસણીમાં ઈલાયચી પાવડર, કેસર, ફૂડ કલર અને લીંબુના થોડા ટીપાં ઉમેરો. લીંબુ ઉમેરવાથી ચાસણી ક્રિસ્ટલાઈઝ્ડ નથી થતી. આ ચાસણીને તાર નથી બનવા દેવાનો…ફક્ત ચીકાશપડતું મિશ્રણ થાય એટલે ગૅસ બંધ કરી દેવો.

7. આ તૈયાર ચાસણી હળવી ગરમ હોય ત્યારે એમાં બુંદીને મિક્સ કરી દો. એમાં મગસતરીના બીજ પણ ઉમેરી દેવા. કડાઈને ઢાંકીને 1-2 કલાક માટે મૂકી રાખવી જેથી બુંદી સારી રીતે ચાસણીને શોષી લે અને નરમ દાણેદાર બની જાય.

8. આ મિશ્રણ જ્યારે થોડું હળવું ઠંડુ અને હાથથી અડવા લાયક બની જાય તો હથેળીઓ પર થોડું પાણી અથવા ઘી લગાવીને નાના-નાના અથવા મનપસંદ આકારના ગોળ લાડુ તૈયાર કરી લેવા.

તો તૈયાર છે તમારા બુંદીના મોતીચૂરના લાડુ…જેને ચાંદીના વરખ અને પિસ્તા-બદામની કતરણથી સજાવી શકો છો. તમારા પ્રસાદ તરીકે ધરાવવા માટેના શુદ્ધ લાડુને લક્ષ્મી-ગણેશજીને ધરાવો અને પછી એનો આનંદ માણો!


આ પણ વાંચો:

આ પણ વાંચો: દુનિયામાં કેવળ એક જ સ્થળે મળશે આ મીઠાઈ…ગુજરાતના સુરતની ફેમસ ઘારી…ઘરે ટ્રાય કરો રેસિપી!

આ પણ વાંચો: