Junagadh News/ જૂનાગઢમાં યુવતી સાથે દુષ્કર્મ અને ધર્મપરિવર્તનના આક્ષેપ! પીડિતાના ઘરેથી બુરખો, કલમાની બુક સહિતની વસ્તુઓ મળી

Junagadh Crime News: જૂનાગઢમાં યુવતી સાથે દુષ્કર્મ અને ધર્મપરિવર્તન કરાવ્યાના આક્ષેપો સામે આવ્યા છે. પોલીસે પીડિતાના ઘરેથી બુરખો અને કલમાની બુક સહિતની વસ્તુઓ કબજે કરી છે. તપાસ માટે SITની રચના કરાઈ છે.

Top Stories Gujarat Others
Junagadh Crime News: જૂનાગઢમાં 1 યુવતી સાથે દુષ્કર્મ અને ધર્મપરિવર્તનના આક્ષેપ

Junagadh News: જૂનાગઢમાં યુવતી સાથે દુષ્કર્મ અને ધર્મપરિવર્તન કરાવવાના ગંભીર આક્ષેપો (Junagadh Crime News) સામે આવ્યા છે. યુવતીની ફરિયાદ બાદ પોલીસે તેનું નિવેદન નોંધતાં દરગાહના મુંજાવર અને તેના પુત્ર સામે ધર્મપરિવર્તન કરાવ્યાના આક્ષેપો પણ સામે આવ્યા છે. યુવતીને અલગ-અલગ દરગાહમાં લઈ જઈ સલામી કરાવાઈ હોવાના ફોટા અને વીડિયો પણ પોલીસને મળ્યા છે. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ માટે DYSPના અધ્યક્ષસ્થાને ખાસ તપાસ ટીમ (SIT) બનાવવામાં આવી છે.

Junagadh Crime News: લગ્નની ના પાડતાં યુવક પર દુષ્કર્મ અને ધમકીના આક્ષેપ

મળતી માહિતી મુજબ, જૂનાગઢમાં એકલી રહેતી યુવતી બીમારીને કારણે સંઘાડીયા બજારમાં આવેલી મોનીસા પીરની દરગાહમાં જતી હતી. આ દરમિયાન દરગાહના મુંજાવરના પુત્ર સાથે તેની ઓળખાણ થઈ હતી. યુવતીનો આક્ષેપ છે કે, યુવકે તેની સાથે લગ્ન કરવાની વાત કરી હતી, પરંતુ યુવતીએ ઇનકાર કરતાં તેની સાથે મારપીટ કરી હતી અને છરીથી હુમલો કર્યો હતો.

યુવતીએ એવો પણ આરોપ લગાવ્યો છે કે, યુવક દ્વારા તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું (Junagadh Rape Case) હતું. તેના ફોટા અને વીડિયો ઉતારીને સગાં-સંબંધીઓને મોકલી દેવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. યુવતીએ આ અંગે યુવકના પિતા અને દરગાહના મુંજાવરને જાણ કરતાં તેમણે પણ ધમકી આપી હોવાનો આક્ષેપ કર્યો છે.

નિવેદનમાં ધર્મપરિવર્તન કરાવ્યાના આક્ષેપ સામે આવ્યા

યુવતીએ થોડા દિવસ પહેલાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે તેનું નિવેદન નોંધ્યું હતું. આ દરમિયાન યુવતીએ દરગાહના મુંજાવર અને તેના પુત્ર દ્વારા ધર્મપરિવર્તન કરાવ્યાનો આક્ષેપ કર્યો હતો.

યુવતીના જણાવ્યા મુજબ, તેને ઉનાવા, ઉના, જાંબુર અને અજમેરની દરગાહમાં લઈ જવામાં આવી હતી, જ્યાં સલામી કરાવવામાં આવી હતી. આ સ્થળોના ફોટા અને વીડિયો પોલીસે કબજે કર્યા છે.

DYSPના અધ્યક્ષસ્થાને SITની રચના

આ મામલે DYSPએ જણાવ્યું હતું કે, દરગાહના મુંજાવર અને તેના પુત્ર સામે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ, 2003ની સંબંધિત કલમો ઉમેરવા કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો, જેને કોર્ટે મંજૂરી આપી છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને DYSPના અધ્યક્ષસ્થાને ખાસ તપાસ ટીમની રચના કરવામાં આવી છે. SIT દ્વારા સમગ્ર મામલાના પુરાવા એકત્રિત કરવામાં આવશે. આ ઉપરાંત, આ ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં અને અન્ય યુવતીઓ પણ આવી રીતે ધર્મપરિવર્તનનો ભોગ બની છે કે કેમ તે દિશામાં તપાસ કરવામાં આવશે.

પીડિતાના ઘરેથી બુરખો અને કલમાની બુક કબજે

પોલીસે (Junagadh Police) યુવતીના ઘરેથી ઇસ્લામિક ધાર્મિક સામગ્રી સહિત કેટલીક વસ્તુઓ કબજે કરી છે. તેમાં લીલા રંગના ઘોડા, દરગાહના ફોટા, કલમાની બુક, બુરખો અને નમાજ પઢવા માટેનું આસન સામેલ હોવાનું જણાવાયું છે.

આ ઉપરાંત, કોડીનાર પંથકની કેટલીક તરુણીઓને પણ ઉનાવાની દરગાહમાં લઈ જઈ ધર્મપરિવર્તન કરાવ્યાના આક્ષેપો અંગે તપાસ ચાલી રહી હોવાનું અહેવાલમાં જણાવાયું છે. જૂનાગઢના આ કેસમાં પણ પોલીસ તમામ પાસાઓની તપાસ કરી રહી છે.


આ પણ વાંચો: બનાસકાંઠામાં તાંત્રિકવિધિના બહાને ધર્મપરિવર્તનનો આક્ષેપ, 4 સામે ફરિયાદ; એક આરોપીની અટકાયત

આ પણ વાંચો: એરફોર્સ કર્મચારીની પત્નીનો ક્લાસમેટ પર બળાત્કાર, બ્લેકમેઇલ અને બળજબરીથી ધર્મપરિવર્તનનો આરોપ

આ પણ વાંચો: અમદાવાદમાં ધર્મપરિવર્તન કરાવાયું હોવાનો VHPનો આક્ષેપ, ચર્ચના સભ્યએ તમામ આક્ષેપો ફગાવી નોંધાવી FIR