Ahmedabad News/ દિવાળી પહેલાં જ અમદાવાદની હવા બગડી, નિકોલ અને જજીસ બંગલોમાં AQI 159એ પહોંચ્યો

Ahmedabad AQI: દિવાળી પહેલાં અમદાવાદના અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 150ને પાર થયો છે. નિકોલ અને જજીસ બંગલોમાં AQI 159 નોંધાતાં પ્રદૂષણ અંગે ચિંતા વધી છે.

Top Stories Ahmedabad Gujarat
Ahmedabad AQI: દિવાળી પહેલાં અમદાવાદની હવા બની પ્રદૂષિત, AQI 159એ પહોંચતાં SHOCKING POLLUTION

Ahmedabad News: દિવાળીના તહેવારો પહેલાં જ અમદાવાદમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ ચિંતાજનક બની છે. શહેરના અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (Ahmedabad AQI) 150ને પાર પહોંચ્યો છે. ઔદ્યોગિક વિસ્તારોની સાથે રહેણાંક વિસ્તારોમાં પણ હવાની ગુણવત્તા કથળી રહી છે. કાળી ચૌદશના દિવસે નોંધાયેલા આંકડા મુજબ નિકોલ અને જજીસ બંગલો વિસ્તારમાં AQI 159 નોંધાયો હતો. દિવાળીના દિવસોમાં ફટાકડાના ધુમાડાને કારણે પ્રદૂષણમાં વધુ વધારો થવાની આશંકા છે.

Ahmedabad AQI: રહેણાંક વિસ્તારોમાં પણ AQI 150ને પાર

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલા AQIના આંકડા શહેરમાં વધતા વાયુ પ્રદૂષણની સ્થિતિ દર્શાવે (Ahmedabad Air Pollution) છે. કાળી ચૌદશના દિવસે નોંધાયેલા આંકડા મુજબ નિકોલ અને જજીસ બંગલોમાં સૌથી વધુ 159 AQI નોંધાયો હતો. જ્યારે મણિનગરમાં 157, ઇસનપુર, ચાંદખેડા અને રખિયાલમાં 156 તથા નારણપુરામાં 154 AQI નોંધાયો હતો.

બીજી તરફ, ઘાટલોડિયા, નારોલ અને શાહીબાગમાં 154, બાપુનગરમાં 152 તેમજ કાલુપુર, ઘ્યાસપુર અને હેબતપુરમાં 151 AQI નોંધાયો હતો. આ આંકડા દર્શાવે છે કે શહેરના રહેણાંક અને વ્યાપારી વિસ્તારોમાં પણ હવાની ગુણવત્તા બગડી રહી છે.

Ahmedabad AQI: દિવાળી પહેલાં અમદાવાદની હવા બની પ્રદૂષિત, AQI 159એ પહોંચતાં SHOCKING POLLUTION
Ahmedabad AQI: દિવાળી પહેલાં અમદાવાદની હવા બની પ્રદૂષિત, AQI 159એ પહોંચતાં SHOCKING POLLUTION

ફેક્ટરીઓના ધુમાડા અને વાહનોનું પ્રદૂષણ જવાબદાર

વટવા, ઓઢવ, નારોલ અને પીપળજ જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં આવેલી ફેક્ટરીઓમાંથી નીકળતો ધુમાડો વાયુ પ્રદૂષણ (Gujarat Pollution)નું એક મુખ્ય કારણ હોવાનું મનાય છે. કેટલીક ફેક્ટરીઓમાં રાત્રિના સમયે જૂના ટાયર, પ્લાસ્ટિક અને નકામું ઓઈલ સળગાવવામાં આવતું હોવાની પણ ફરિયાદો છે. આ ઉપરાંત શહેરમાં વાહનોની સંખ્યામાં સતત વધારો અને ટ્રાફિક જામને કારણે પણ હવામાં પ્રદૂષક તત્ત્વોનું પ્રમાણ વધે છે.

શહેરમાં ચાલી રહેલા વિવિધ બાંધકામ પ્રોજેક્ટ્સ દરમિયાન ધૂળ નિયંત્રણના નિયમોનું યોગ્ય પાલન ન થવાથી હવામાં રજકણોનું પ્રમાણ વધવાની સમસ્યા સર્જાઈ રહી છે. પીરાણા ડમ્પિંગ સાઇટ પર અવારનવાર લાગતી આગમાંથી નીકળતો ધુમાડો પણ આસપાસના વિસ્તારોની હવાની ગુણવત્તાને અસર કરે છે. વટવા, નારોલ અને ઓઢવ સહિતના વિસ્તારોમાં પ્રદૂષણ ફેલાવતા કેટલાક ઔદ્યોગિક એકમો સામે ક્લોઝર નોટિસ અને કાર્યવાહી કરવામાં આવી હોવા છતાં શહેરમાં પ્રદૂષણની સમસ્યા યથાવત્ છે.

Ahmedabad AQI: દિવાળી પહેલાં અમદાવાદની હવા બની પ્રદૂષિત, AQI 159એ પહોંચતાં SHOCKING POLLUTION
Ahmedabad AQI: દિવાળી પહેલાં અમદાવાદની હવા બની પ્રદૂષિત, AQI 159એ પહોંચતાં SHOCKING POLLUTION

પ્રદૂષિત હવાથી આરોગ્ય પર અસર થવાની ભીતિ

વાયુ પ્રદૂષણ વધતાં નાગરિકોના આરોગ્ય પર તેની અસર થવાની ચિંતા પણ વધી છે. પ્રદૂષિત હવાના સંપર્કમાં આવવાથી આંખોમાં બળતરા, ગળામાં તકલીફ અને સતત ઉધરસ જેવી સમસ્યાઓ થઈ શકે છે. અસ્થમા અને બ્રોન્કાઇટિસના દર્દીઓ તેમજ હૃદય સંબંધિત સમસ્યાઓ ધરાવતા લોકો માટે પ્રદૂષણ વધુ જોખમી બની શકે છે.

ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને શ્વાસ સંબંધિત બીમારીઓ ધરાવતા લોકોને પ્રદૂષણથી બચવાની સલાહ આપવામાં આવે છે. હવાની ગુણવત્તા બગડેલી હોય ત્યારે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું અને જરૂર પડે ત્યારે યોગ્ય માસ્કનો ઉપયોગ કરવો હિતાવહ છે. દિવાળીના તહેવારો દરમિયાન ફટાકડાના ધુમાડાને કારણે (Diwali Pollution) પ્રદૂષણમાં વધુ વધારો થાય તો અમદાવાદીઓની મુશ્કેલી વધી શકે છે.


આ પણ વાંચો: અમદાવાદની હવામાં ભળ્યું પ્રદૂષણ, AQI પહોચ્યો 200ને પાર

આ પણ વાંચો: અમદાવાદની હવા ઝેર બની, રાયખડમાં AQI 308, બોપલમાં 247… શ્વાસ લેવું પણ મુશ્કેલ!

આ પણ વાંચો: અમદાવાદમાં ઠંડી વચ્ચે હવા બની ઝેરીલી, AQI 200ને પાર, શહેરના અનેક વિસ્તારોમાં ‘Unhealthy’ સ્તર