Ahmedabad News/ ભાવનગર જતાં અમદાવાદના પરિવારને નડ્યો અકસ્માત: કાર પલટી જતાં 2નાં કરુણ મોત

ધોલેરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર પીપળી ગામ નજીક કાર પલટી (Dholera Highway Accident) જતાં બે લોકોનાં મોત અને ચાર ઘાયલ થયા. તમામ અમદાવાદના જમાલપુરના રહેવાસી હતા.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Dholera Highway Accident: સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર પલટી, 2નાં મોત

Ahmedabad News: ધોલેરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર પીપળી ગામ નજીક ગમખ્વાર અકસ્માત (Dholera Highway Accident) સર્જાયો છે. અમદાવાદથી ભાવનગર જઈ રહેલી કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર રસ્તાની બાજુમાં ઉતરી પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં બે લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. કારમાં સવાર તમામ લોકો અમદાવાદના જમાલપુર વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

Dholera Highway Accident: ત્રણ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી

પ્રાથમિક માહિતી મુજબ, કારમાં સવાર લોકો અમદાવાદથી ભાવનગર તરફ જઈ રહ્યા હતા. પીપળી ગામ નજીક કાર પલટી ખાઈ (Pipli Village Accident) જતાં આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ 108 એમ્બ્યુલન્સ અને 112 પોલીસ કંટ્રોલ રૂમને કરવામાં આવી હતી. ત્યારબાદ પીપળી, ધોલેરા અને ધંધુકાથી ત્રણ જેટલી 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી.

અકસ્માતમાં ઘાયલ થયેલા ચારેય લોકોને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિએ હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ દમ તોડ્યો હતો.

એક મૃતકની ઓળખ થઈ

મૃતકો પૈકી એકની ઓળખ અમદાવાદના જમાલપુર વિસ્તારમાં રહેતા 32 વર્ષીય નઝીરહુસેન અબ્દુલકાદિર મેમણ તરીકે થઈ છે. જ્યારે બીજા મૃતકની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બનાવની જાણ થતાં ધોલેરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે અકસ્માત અંગે નોંધ કરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.


આ પણ વાંચો: આસામ ટ્રેન દુર્ઘટના: અકસ્માત પહેલાંનો વીડિયો સામે આવ્યો, લોકો પાયલટે બ્રેક ફેઇલ થયાની વાત કરી

આ પણ વાંચો: પરિવારની અંતિમ યાત્રા બની મોતની યાત્રા! અંતિમ સંસ્કાર માટે વારાણસી જતા અકસ્માતમાં 7નાં મોત

આ પણ વાંચો: અમદાવાદ-ઉદેપુર હાઇવે પર કારનો અકસ્માત, ઓવરબ્રિજ પર પલટી જતાં ચાર ઇજાગ્રસ્ત