Ahmedabad News/ અમદાવાદમાં મધરાતે લૂંટનો પ્રયાસ: 17 વર્ષના સગીરને ચપ્પુના ઘા ઝીંકી લૂંટ ચલાવી

અમદાવાદના CTM-જશોદાનગર પાસે પાણી પીવા ઊઠેલા 17 વર્ષના સગીર પર બાઈકસવાર ત્રણ શખસોએ ચપ્પુથી હુમલો કરી રોકડ, ચેન અને પાકીટ (Ahmedabad CTM Robbery) લૂંટ્યું.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Ahmedabad CTM Robbery: ₹500, ચેન અને પાકીટ લૂંટી ત્રણ શખસો ફરાર

Ahmedabad News: અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં લૂંટ અને હુમલાની (Ahmedabad CTM Robbery) ઘટના સામે આવી છે. CTM અને જશોદાનગર (Jashodanagar Crime) ચાર રસ્તા નજીક દુકાનના ઓટલા પર સૂતેલા 17 વર્ષીય સગીર પર બાઇક પર આવેલા ત્રણ અજાણ્યા શખસોએ ચપ્પુ વડે હુમલો (Knife Attack) કર્યો હતો. ત્યારબાદ આરોપીઓ સગીર પાસેથી રૂ.500 રોકડા, ગળામાં પહેરેલી ચેન અને અગત્યના દસ્તાવેજો ધરાવતું પાકીટ લૂંટીને ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત સગીરને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ મામલે રામોલ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

મજૂરી કરીને પરત ફરેલો સગીર દુકાનના ઓટલા પર સૂતો હતો

પોલીસ ફરિયાદ મુજબ, મૂળ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાનો અને હાલ અમદાવાદના ભાઈપુરા-ખોખરા વિસ્તારમાં રહેતો 17 વર્ષીય સગીર કડિયા કામની મજૂરી (Minor Attacked) કરતો હતો. 12 નવેમ્બરના રોજ તે નારોલ ખાતે કામ પૂર્ણ કરીને રાત્રે BRTS બસ મારફતે જશોદાનગર ચાર રસ્તા પહોંચ્યો હતો.

મોડી રાત થઈ ગઈ હોવાથી તે નજીકમાં આવેલી લક્ષ્મી ફર્નિચર નામની દુકાનના ખુલ્લા ઓટલા પર સૂઈ ગયો હતો. રાત્રિ દરમિયાન તરસ લાગતાં તે પાણી પીવા માટે ઊંઘમાંથી જાગ્યો હતો. આ સમયે બાઇક પર આવેલા ત્રણ અજાણ્યા શખસોએ તેને ઘેરી લીધો હતો.

Ahmedabad CTM Robbery: ચપ્પુથી હુમલો કરી રોકડ, ચેન અને પાકીટ લૂંટ્યું

ફરિયાદમાં જણાવ્યા મુજબ, ત્રણેય શખસોએ સગીર કંઈ સમજે તે પહેલાં તેના પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. હુમલામાં તેને ઇજાઓ થતાં તે લોહીલુહાણ થઈ ગયો હતો. ત્યારબાદ આરોપીઓએ તેના ખિસ્સામાંથી રૂ.500 રોકડા, ગળામાં પહેરેલી ચેન અને અગત્યના દસ્તાવેજો ધરાવતું પાકીટ ઝૂંટવી લીધું હતું. લૂંટ કર્યા બાદ ત્રણેય આરોપીઓ બાઇક પર ફરાર થઈ ગયા હતા.

હુમલા બાદ સગીરે આસપાસના લોકોની મદદ માગી હતી. સ્થાનિક લોકોની મદદથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

રામોલ પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી

ઘટના અંગે ભોગ બનનાર સગીરે રામોલ પોલીસ સ્ટેશનમાં ત્રણ અજાણ્યા શખસો વિરુદ્ધ લૂંટ અને હુમલાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આસપાસના વિસ્તારોનાં CCTV ફૂટેજ તપાસીને આરોપીઓને ઓળખવા અને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો: માંડવીના ગોદાવાડીમાં યુવતીની ચાર્જિંગના કેબલથી ગળું દબાવી હત્યા, લાખોની લૂંટ કરી આરોપીઓ ફરાર

આ પણ વાંચો: કેનેડામાં ગુજરાતી યુવતીની હત્યા,લૂંટ દરમિયાન બોરસદની વિદ્યાર્થીની પર જીવલેણ હુમલો

આ પણ વાંચો: અમદાવાદના ચારાનગરમાં લૂંટ બાદ વૃદ્ધ મહિલાની હત્યા, સરદારનગર પોલીસની તપાસ તેજ