Uttarakhand News: ઉત્તરાખંડના હલ્દવાનીમાં સાડા 15 વર્ષની સગીરા સાથે હોટલમાં સામૂહિક દુષ્કર્મની ગંભીર ઘટના (Haldwani Minor Case) સામે આવી છે. આ કેસમાં પોલીસે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના નેતા સહિત ચાર યુવકોની ધરપકડ કરી છે. પીડિતાના પરિવારની ફરિયાદના આધારે મુખાની પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ ધીરજ બિષ્ટ, નિતિન પાલ, અંશ ખત્રી અને હિમાંશુ બોની તરીકે થઈ છે. મુખ્ય આરોપી ધીરજ બિષ્ટે તાજેતરમાં હલ્દવાનીની MBPG કોલેજમાં યોજાયેલી વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં ABVP તરફથી પ્રમુખ પદ માટે ચૂંટણી લડી હતી.
Haldwani Minor Case: સગીરાને હોટલમાં લઈ ગયા હોવાનો આરોપ
પરિવારની ફરિયાદ મુજબ, ચારેય યુવકો સગીરાને ફોસલાવીને અને દબાણ કરીને મુખાની વિસ્તારની એક હોટલમાં લઈ ગયા હતા. ત્યાં તેને ડરાવી-ધમકાવી તેની મરજી વિરુદ્ધ યૌન શોષણ કરવામાં આવ્યું હોવાનો આરોપ (Minor Gangrape Case) છે.
ફરિયાદ મળ્યા બાદ પોલીસે તાત્કાલિક ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસ અધિકારીઓએ આ ઘટનાને ગંભીર ગણાવી આરોપીઓ સામે કાયદા મુજબ કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.
CCTV ફૂટેજ સહિતના પુરાવા તપાસાયા
ચારેય આરોપીઓની ધરપકડ બાદ પોલીસે હોટલ પરિસરની તપાસ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, હોટલના CCTV ફૂટેજ અને ઘટનાસ્થળેથી મળેલા પુરાવાઓની તપાસ કરવામાં આવી છે. પોલીસનો દાવો છે કે પૂછપરછ દરમિયાન આરોપીઓએ ઘટનામાં પોતાની સંડોવણી સ્વીકારી છે.
હાલ સગીરાની મેડિકલ તપાસ સહિતની જરૂરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: રાંચીની જેલમાં 20 વર્ષના કેદી સાથે સામૂહિક દુષ્કર્મનો આરોપ, જેલ અધિક્ષક સહિત 19 સામે FIR
આ પણ વાંચો: ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસમાં મોટો નિર્ણય: 31 ઓગસ્ટે પાંચેય દોષિતોને સજા સંભળાવશે કોર્ટ
આ પણ વાંચો: અમદાવાદના શહેરકોટડામાં યુવતી પર સામૂહિક દુષ્કર્મ: બ્લેકમેલ કરીને હોટેલમાં લઈ ગયા, બે આરોપી ઝડપાયા
