Today Special/ આજે બાળ દિવસ…જાણો એનો ઇતિહાસ, મહત્વ અને ચાચા નહેરુ સંલગ્ન વાતો…

વર્ષ 1964માં નહેરુના નિધન બાદ એમની જન્મ જયંતિ અર્થાત્ 14 નવેમ્બરને બાળ દિવસ (Bal Diwas 2026)ના રુપમાં મનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ પહેલા ભારતમાં…

Today Special Trending
Bal Diwas 2026...દર વર્ષે 14 નવેમ્બરે મનાવાય છે આ special દિવસ...

Today Special: ભારતમાં દર વર્ષે 14 નવેમ્બરે બાળ દિવસ (Bal Diwas 2026, 14 November) મનાવવામાં આવે છે. આ દિવસે દેશના પ્રથમ પ્રધાન મંત્રી પંડિત જવાહરલાલ નહેરુ (Pandit Jawaharlal Nehru)ની જયંતિના અવસરે આ દિવસ મનાવવામાં આવે છે. એમનો જન્મ 14 નવેમ્બર 1889 માં ઈલાહાબાદમાં થયો હતો. આજે જેને પ્રયાગરાજ (Prayag raj)ના નામે ઓળખવામાં આવે છે. બાળકો એમને પ્રેમથી ચાચા નહેરુ કહેતા હતા.

આ દિવસે સ્કૂલોમાં બાળકો માટે અનેક પ્રકારના કાર્યક્રમો આયોજીત કરવામાં આવે છે. ક્યાંક ખેલ-કૂદ અને સાંસ્કૃતિક કાર્યક્રમ થાય છે તો ક્યાંક ભાષણ, ચિત્રકળા વગેરેની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. આનો ઉદ્દેશ્ય બાળકોની ખુશી, એમનું ભણતર અને એમના બહેતર ભવિષ્ય પર ધ્યાન આપવાનો છે. નહેરુ એ માનતા હતા કે દેશનું ભવિષ્ય બાળકો પર નિર્ભર કરે છે. આથી એમને ભણતર, સ્વાસ્થ્ય અને સારું વાતાવરણ મળે એ માટે પ્રયત્નશીલ હતા.

14 નવેમ્બરે જ કેમ મનાવાય છે બાળ દિવસ? (Bal Diwas 2026)

બાળ દિવસ મનાવવાની તારીખનો સંબંધ જવાહરલાલ નહેરુ સાથે જોડાયેલો છે. વર્ષ 1964માં નહેરુના નિધન બાદ એમની જન્મ જયંતિ અર્થાત્ 14 નવેમ્બરને બાળ દિવસ (Children Day, Bal Diwas 2026)ના રુપમાં મનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ પહેલા ભારતમાં 20 નવેમ્બરે બાળ દિવસ મનાવવામાં આવતો હતો. આ તારીખ સંયુક્ત રાષ્ટ્રના વિશ્વ બાળ દિવસ સાથે જોડાયેલી છે. નહેરુને બાળકો પ્રત્યે અત્યંત લગાવ હતો અને એમના વિકાસ, ભણતર અને ઉત્તમ ભવિષ્યને એ આવશ્યક માનતા હતા. આ જ કારણે એમની યાદમાં એમના જન્મદિનને બાળકોના નામે સમર્પિત કરવામાં આવ્યો.

Bal Diwas 2026
Bal Diwas 2026

કોણ હતા ચાચા નહેરુ?

પંડિત જવાહરલાલ નહેરુ આઝાદ ભારતના પ્રથમ પ્રધાનમંત્રી (First Prime Minister) હતા. એમનો જન્મ 14 નવેમ્બર 1889માં ઈલાહાબાદ (પ્રયાગરાજ)માં થયો હતો. એમણે દેશની આઝાદીની લડાઈમાં ભાગ લીધો હતો અને સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંત્રી તરીકે 1947 થી 1964 સુધી પદ પર રહ્યાં હતા. બાળકો પ્રત્યે એમના પ્રેમને કારણે એમને ચાચા નહેરુ (Chacha Nehru) કહેવામાં આવતા હતા. એ માનતા હતા કે દેશનું ભવિષ્ય બાળકો પર નિર્ભર કરે છે. આથી એમને ભણતર, સ્વાસ્થ્ય અને સારું વાતાવરણ મળે એ માટે પ્રયત્નશીલ હતા. નહેરુનું માનવું હતુ કે બાળકોને આગળ વધવા માટે યોગ્ય અવસર મળવા જોઇએ જેથી એ મોટા થઇને દેશના વિકાસમાં યોગદાન આપી શકે.

Bal Diwas 2026- બાળકો સાથે ચાચા નહેરુ
Bal Diwas 2026- બાળકો સાથે ચાચા નહેરુ

બાળકો વિશેના નહેરુના વિચાર

જવાહરલાલ નહેરુ બાળકોને દેશનું ભવિષ્ય માનતા હતા. એમનું માનવું હતુ કે બાળકોને માત્ર પુસ્તકિયા જ્ઞાન સુધી જ સીમિત ન રાખવા જોઇએ પરંતુ એમને રમવા, લખવા, વાંચવા, ગાવા અને પોતાની પસંદનું કામ કરવાનો મોકો પણ મળવો જોઇએ. 14 નવેમ્બર 1957માં બાળકોને આપેલા એક સંદેશમાં એમણે ભણતર સાથે રમત અને અન્ય રચનાત્મક પ્રવૃત્તિઓને પણ આવશ્યક ગણાવી હતી. એ ઈચ્છતા હતા કે બાળકો (Children) ડર્યા વિના હિમ્મત સાથે આગળ વધે. નહેરુની વિચારધારામાં બાળકો માટે પ્રેમ, યોગ્ય શિક્ષણ અને યોગ્ય વાતાવરણ મળવું જરુરી છે જેથી એ પોતાની પ્રતિભાને ઓળખી શકે.

Importance of Bal Diwas
Importance of Bal Diwas

બાળ દિવસનું મહત્વ (Importance of Bal Diwas)

બાળ દિવસ કેવળ ઉત્સવ મનાવવાનો દિવસ નથી પરંતુ બાળકોની જરુરિયાતો અને એમના અધિકારો પર પણ ધ્યાન આપવાનો અવસર છે. દરેક બાળકને સારું શિક્ષણ, પૌષ્ટિક આહાર, ઉપચાર, સુરક્ષા (Education, Nutrition and Security) અને આગળ વધવાના સમાન અવસર (Equal Opportunity) મળવા જોઇએ. બાળકોને બાળ મજૂરી (Child Labour), હિંસા, ભેદભાવ અને શોષણથી બચાવવું પણ સમાજની જવાબદારી છે. આ દિવસે શાળાઓ અને અન્ય સંસ્થાઓમાં બાળકો માટે વિશેષ કાર્યક્રમો આયોજીત કરવામાં આવે છે. કેટલાયે સ્થળોએ એમને પુરસ્કૃત કરવામાં આવે છે અને એમની પ્રતિભાને સન્માન આપવામાં આવે છે. બાળ દિવસ આપણને યાદ અપાવે છે કે બાળકોનું પ્રસન્ન બાળપણ અને સુરક્ષિત ભવિષ્ય એ આપણા સૌની જવાબદારી છે.

આ દિવસે સ્કૂલોમાં બાળકો માટે અનેક પ્રકારના કાર્યક્રમો આયોજીત કરવામાં આવે છે. ક્યાંક ખેલ-કૂદ અને સાંસ્કૃતિક કાર્યક્રમ થાય છે તો ક્યાંક ભાષણ, ચિત્રકળા વગેરેની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. આનો ઉદ્દેશ્ય બાળકોની ખુશી, એમનું ભણતર અને એમના બહેતર ભવિષ્ય પર ધ્યાન આપવાનો છે.


આ પણ વાંચો: 

આ પણ વાંચો: ભારતમાં શાથી વધી રહ્યા છે કેન્સરના કેસ…જાણીએ શું છે એની પાછળના મુખ્ય 3 કારણો અને ‘વિશ્વ કેન્સર દિવસ’ 2026 ની મહત્તા…

આ પણ વાંચો: પાયાગત માનવીય મૂલ્યોને જાળવી રાખવા અંગેની પ્રતિબદ્ધતાની અભિવ્યક્તિ સમ…’વિશ્વ કાર્યસ્થળ સુરક્ષા અને સ્વાસ્થ્ય દિવસ’…