Dwarka News/ દ્વારકાધીશ મંદિર પરિસરમાં ભીડનો લાભ ઉઠાવતી ખિસ્સા કાતરુ ગેંગનો પર્દાફાશ, 6 શખ્સો ઝડપાયા

દ્વારકામાં (Dwarka Pickpocket Gang) ખિસ્સા કાતરુ ગેંગનો પર્દાફાશ, દિવાળી વેકેશનની ભીડમાં ચોરી કરતા 6 શખ્સો ઝડપાયા, 3.81 લાખનો મુદ્દામાલ કબજે.

Gujarat Others Breaking News
dwarka pickpocket gang

Dwarka News: યાત્રાધામ દ્વારકામાં (Dwarka Pickpocket Gang) ખિસ્સા કાતરુ ગેંગનો પર્દાફાશ થયો છે. દિવાળી વેકેશન દરમિયાન દર્શનાર્થીઓની ભીડનો લાભ ઉઠાવી ખિસ્સા કાતરી અને ચોરી કરતી ગેંગના રાજકોટ અને જૂનાગઢના કુલ 6 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી રોકડ, 5 મોબાઈલ ફોન અને એક સ્વિફ્ટ કાર સહિત કુલ 3 લાખ 81 હજારનો મુદ્દામાલ કબજે કરાયો છે.

Dwarka Pickpocket Gang: ખિસ્સા કાતરુ ગેંગનો પર્દાફાશ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દિવાળી વેકેશન દરમિયાન દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારકાધીશ મંદિર (Dwarkadhish Temple) ના દર્શને આવી રહ્યા છે. મંદિર પરિસર અને આસપાસના ભીડભાડવાળા વિસ્તારોમાં યાત્રાળુઓની નજર ચૂકવી પાકીટ, રોકડ અને મોબાઈલની ચોરી કરતી ગેંગ સક્રિય હોવાની બાતમી પોલીસને મળી હતી.

કીર્તિ સ્તંભ પાસેથી 2 શખ્સો ઝડપાતા ગેંગનો ભેદ ખુલ્યો

બાતમીના આધારે દ્વારકા પોલીસ (Dwarka Police) એ અલગ-અલગ ટીમો બનાવી હતી. દરમિયાન કીર્તિ સ્તંભ પાસે શંકાસ્પદ હિલચાલ કરતા 2 શખ્સોને ઝડપી પૂછપરછ કરવામાં આવતા સમગ્ર ગેંગનો પર્દાફાશ થયો હતો. તપાસમાં સામે આવ્યું કે આ શખ્સો મેળા-તહેવારો અને ધાર્મિક સ્થળોએ ભીડનો લાભ લઈ ટોળકી બનાવીને ચોરી કરતા હતા. ટોળકીના સભ્યો કોઈ એક વ્યક્તિને ટાર્ગેટ બનાવી આગળ-પાછળ ગોઠવાઈ જતા અને ધક્કામુક્કી દરમિયાન ખિસ્સામાંથી પાકીટ, રોકડ તથા મોબાઈલની ચોરી કરતા હતા.

5 આરોપી રાજકોટના, 3.81 લાખનો મુદ્દામાલ કબજે

પોલીસે કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં 5 આરોપી રાજકોટ (Rajkot) ના અને 1 આરોપી જૂનાગઢનો છે. આરોપીઓ પાસેથી 1 લાખ 40 હજારની રોકડ, 41 હજારની કિંમતના 5 મોબાઈલ ફોન અને 2 લાખની સ્વિફ્ટ કાર મળી કુલ 3 લાખ 81 હજારનો મુદ્દામાલ કબજે કરાયો છે.

અગાઉ પણ ચોરીના ગુના નોંધાયેલા

ઝડપાયેલા આરોપીઓમાંથી કેટલાક વિરુદ્ધ અગાઉ પણ ચોરી સહિતના ગુના નોંધાયેલા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. હાલ પોલીસે તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે. ગુજરાત (Gujarat) ના અન્ય ધાર્મિક સ્થળોએ પણ આ ગેંગની સંડોવણી છે કે કેમ તે અંગે પૂછપરછ થઈ શકે છે.


આ પણ વાંચો: અમદાવાદમાં ચોરો બેફામ! ખરીદી દરમિયાન મહિલાના પર્સમાંથી રૂ. 4.80 લાખની 6 સોનાની લગડીઓ ચોરી 

આ પણ વાંચો: દિવાળીમાં વતન જવા પૈસા નહોતા, એટલે નારણપુરામાં ઘરમાં ચોરી કરવા ઘૂસ્યો યુવક

આ પણ વાંચો: અમદાવાદ: સનાથલ નજીક વેરહાઉસમાંથી ₹1 કરોડના ગેઝેટ્સની ચોરી, પતરા તોડીને ઘૂસ્યા તસ્કરો