Vadodara News/ વડોદરામાં નકલી પીઆઈ બની લાખોની ઠગાઈ આચરનાર કુખ્યાત આરોપી ઝડપાયો

વડોદરા ક્રાઈમ બ્રાન્ચે PIની ખોટી ઓળખ આપી ડિજિટલ એરેસ્ટના નામે નાગરિકો સાથે ઠગાઈ કરતા કુખ્યાત આરોપીને ઝડપ્યો

Top Stories Gujarat Vadodara Breaking News
PI

Vadodara News: વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસ ઈન્સ્પેક્ટર (PI)ની ખોટી ઓળખ આપી વીડિયો કોલ કરીને નાગરિકોને ડિજિટલ એરેસ્ટ કરી લાખો રૂપિયાની ઠગાઈ આચરતા કુખ્યાત આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલા ગુનાઓમાં આરોપીએ કુલ 2.4 કરોડ રૂપિયાની ઠગાઈ કર્યાનું સામે આવ્યું છે.

નકલી PI બની વીડિયો કોલથી ડિજિટલ એરેસ્ટ

આરોપી પોતે પીઆઈ હોવાની ખોટી ઓળખ આપી નાગરિકોને વીડિયો કોલ કરતો હતો. ડિજિટલ એરેસ્ટ(Digital Arrest)ના નામે નાગરિકોને ડરાવી તેમની સાથે લાખો રૂપિયાની ઠગાઈ આચરવામાં આવતી હતી.

મની લોન્ડરિંગ અને ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકી

આરોપી નાગરિકોને મની લોન્ડરિંગ અને ડ્રગ્સ કેસમાં ફસાવી દેવાની ધમકી આપતો હતો. પાર્સલ સીઝ થયું હોવાનું કહીને તે નાગરિકોને માનસિક ટોર્ચર કરતો હતો અને આ રીતે ભયનો માહોલ ઊભો કરી રૂપિયા પડાવતો હતો. તપાસમાં સામે આવ્યું છે કે ઠગાઈની રકમ મેળવવા માટે આરોપીએ પોતાના પરિચિતો અને કંપનીઓના નામે બેંક ખાતા ખોલાવ્યા હતા. વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલી ફરિયાદોમાં કુલ 2.4 કરોડ રૂપિયાની ઠગાઈ થયાનું બહાર આવ્યું છે.

લાંબા સમયથી નાસતો આરોપી અકોટા પોલીસને સોંપાયો

લાંબા સમયથી નાસતા ફરતા આ કુખ્યાત આરોપીને ક્રાઈમ બ્રાન્ચે(Vadodara Crime Branch) ઝડપી પાડ્યા બાદ આગળની કાર્યવાહી માટે અકોટા પોલીસ (Akota Police)ને સોંપવામાં આવ્યો છે.


આ પણ વાંચો: ₹1071 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ: ચાઈલ્ડ પોર્નોગ્રાફીના નામે ડિજિટલ એરેસ્ટ, 25 વર્ષના આરોપીની ધરપકડ

આ પણ વાંચો: નિવૃત્ત અધિકારીને 18 દિવસ ઘરમાં જ ‘ડિજિટલ એરેસ્ટ’ રાખી ₹1.59 કરોડ પડાવ્યા

આ પણ વાંચો: 9400 થી વધારે WhatsApp એકાઉન્ટ્સ બૅન થઇ ગયા..! ભારતમાં ડિજિટલ એરેસ્ટ સ્કેમનું કમ્બોડિયા સાથે કનેક્શન..!