Morbi News/ મોરબીમાં પરિણીત યુવાનને હનીટ્રેપમાં ફસાવી ₹50 લાખની ખંડણી માગી, મહિલા સહિત 4 આરોપી ઝડપાયા

Morbi Honey Trap: મોરબીમાં ઇન્સ્ટાગ્રામ મારફતે પરિણીત યુવાનને પ્રેમજાળમાં ફસાવી ₹50 લાખની ખંડણી માગવાનો આક્ષેપ થયો છે. પોલીસે મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપીની શોધખોળ ચાલુ છે.

Top Stories Gujarat Others
Morbi Honey Trap: મોરબીમાં હનીટ્રેપનો પર્દાફાશ, ₹50 લાખની ખંડણીના કેસમાં 4 આરોપી ઝડપાયા

Morbi News: મોરબીમાં ઇન્સ્ટાગ્રામના માધ્યમથી પરિણીત યુવાનને પ્રેમજાળમાં ફસાવી હનીટ્રેપમાં સપડાવવાનો અને ત્યારબાદ બ્લેકમેઇલ કરીને ₹50 લાખની ખંડણી માગવાનો કિસ્સો (Morbi Honey Trap) સામે આવ્યો છે. યુવતીના મળતીયાઓએ યુવાનને સમાધાનના નામે નાણાં આપવા દબાણ કર્યું હોવાનો આક્ષેપ છે. આ મામલે ફરિયાદ નોંધાયા બાદ મોરબી એ ડિવિઝન પોલીસે મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપીની શોધખોળ ચાલુ છે.

Morbi Honey Trap: મેરેજ એનિવર્સરીના મેસેજથી શરૂ થઈ વાતચીત

પોલીસ ફરિયાદ મુજબ, મોરબીના રવાપર રોડ પર રહેતા 22 વર્ષીય નરેશભાઈ ચુનીલાલભાઈ નકુમે આ મામલે ફરિયાદ નોંધાવી છે. તેમની મેરેજ એનિવર્સરીના દિવસે ઇન્સ્ટાગ્રામ પર કાજલ પરમાર નામની યુવતીએ શુભેચ્છા પાઠવી હતી. ત્યારબાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ (Instagram Honey Trap) હતી.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, યુવતીએ વીડિયો કોલ કરીને અગત્યની વાત કરવાના બહાને યુવાનને 4 નવેમ્બરે સામાકાંઠે નેશનલ હાઈવે પર આવેલી ફન હોટેલમાં મળવા બોલાવ્યો હતો. બીજા દિવસે યુવતીએ ફોન કરીને જણાવ્યું હતું કે તેઓ મળ્યા હોવાની જાણ તેના ભાઈને થઈ ગઈ છે અને હવે સમાધાન કરવું પડશે.

સમાધાનના નામે ₹50 લાખની માગણી

ત્યારબાદ યુવતીના કહેવાતા ભાઈ કિશન ઉર્ફે રાજુભાઈ મુછડિયાએ યુવાનને પંચાસર ચોકડી પર મળવા બોલાવ્યો હતો. ફરિયાદ મુજબ, ત્યાં રાજુ, તેજસ અને ભાવેશ સહિતના લોકોએ સમાધાનના નામે ₹50 લાખની માગણી કરી હતી. બાદમાં ₹12 લાખ આપવાનું નક્કી થયું હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.

જોકે, યુવાને નાણાં ન ચૂકવતાં આરોપીઓ તેના ઘરે પહોંચ્યા હતા અને તેને ધમકી આપી બ્લેકમેઇલ કર્યો હોવાનો આક્ષેપ (Gujarat Crime News) છે. આ પછી યુવાને પાંચ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ

મોરબી એ ડિવિઝન પોલીસે આ કેસમાં ચાર આરોપીઓને ઝડપી લીધા છે. તેમની ઓળખ રાજુભાઈ ઉર્ફે કિશન મોમજીભાઈ મુછડિયા, તેજસભાઈ ઉર્ફે તેજો રમેશભાઈ પઢારિયા, ભીમજીભાઈ મહાદેવભાઈ પરમાર અને કાજલબેન ભરતભાઈ પરમાર (Kajal Parmar) તરીકે થઈ છે.

પોલીસે જણાવ્યું છે કે આ કેસના અન્ય આરોપી ભાવેશ મનસુખ કણઝારિયાને ઝડપી લેવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.


આ પણ વાંચો: હનીટ્રેપ શું છે? Nvidiaના પૂર્વ CEO જેન્સન હુઆંગ અને ચીની મહિલા સાથેના સંબંધોની ચોંકાવનારી કહાની

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં જૈશનો શંકાસ્પદ આતંકી ઝડપાયો; પાકિસ્તાની કનેક્શન અને હનીટ્રેપનો પર્દાફાશ

આ પણ વાંચો:  મહેસાણામાં વેપારી હનીટ્રેપનો શિકાર, એન્ટિક સિક્કાના બહાને બોલાવી રૂ. 4.35 લાખની લૂંટ