Morbi News/ મોરબીમાં પૂરઝડપે દોડતી સ્વિફ્ટ 8થી વધુ વખત પલટી, બે યુવકોનાં મોત; એક ઈજાગ્રસ્ત

Morbi Accident: મોરબી-રાજકોટ હાઇવે પર ટંકારા નજીક સ્વિફ્ટ કાર 8થી વધુ વખત પલટી જતાં બે યુવકોનાં મોત થયાં છે અને એક યુવક ઈજાગ્રસ્ત થયો છે. કાર વીજ ટ્રાન્સફોર્મર સાથે અથડાઈ હતી.

Top Stories Gujarat Breaking News
Morbi Accident: મોરબીમાં ભયાનક અકસ્માત, સ્વિફ્ટ 8થી વધુ વખત પલટી; બે યુવકોનાં મોત

Morbi News: મોરબી-રાજકોટ હાઇવે પર ટંકારા નજીક ગંભીર અકસ્માત (Morbi Accident)માં બે યુવકોનાં મોત થયાં છે, જ્યારે એક યુવક ઈજાગ્રસ્ત થયો છે. રાજકોટથી મોરબી તરફ જઈ રહેલી સ્વિફ્ટ કાર ખજૂરા હોટલ પાસે બેકાબૂ બની 8થી વધુ વખત પલટી ગઈ હતી. ત્યારબાદ કાર વીજ ટ્રાન્સફોર્મર સાથે અથડાઈ હતી. અકસ્માતમાં કારમાં સવાર બે યુવકો બહાર ફંગોળાયા હતા. શનિવારે સવારે આશરે 8:30 વાગ્યે બનેલી આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

Morbi Accident: ગોળાઈમાં કાર પરથી ચાલકે કાબૂ ગુમાવ્યો

મળતી માહિતી મુજબ, રાજકોટમાં રહેતા જીવણ સવજી ડાભી, અમન ગણેશ બાબરીયા અને પ્રભાત લામકા સ્વિફ્ટ કાર (Swift Car Accident)માં રાજકોટથી મોરબી જઈ રહ્યા હતા. ત્રણેય યુવકો ફ્લાવર ડેકોરેશનનું કામ કરતા હતા અને કામ અર્થે મોરબી આવી રહ્યા હતા.

આ દરમિયાન ટંકારા નજીક ગોળાઈમાં પૂરઝડપે આવતી કાર પર ચાલક અમન કાબૂ ગુમાવી બેઠો હતો. ત્યારબાદ કાર રસ્તા પર એક પછી એક 8થી વધુ વખત પલટી ખાઈ (Car Rollover)ને વીજ ટ્રાન્સફોર્મર સાથે અથડાઈ હતી.

Morbi Accident: મોરબીમાં ભયાનક અકસ્માત, સ્વિફ્ટ 8થી વધુ વખત પલટી; બે યુવકોનાં મોત
Morbi Accident: મોરબીમાં ભયાનક અકસ્માત, સ્વિફ્ટ 8થી વધુ વખત પલટી; બે યુવકોનાં મોત

બે યુવકોનાં ઘટનાસ્થળે જ મોત

અકસ્માત દરમિયાન કારમાં આગળ બેઠેલા અમન અને પ્રભાત કારમાંથી બહાર ફંગોળાયા હતા. બંનેને ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. જ્યારે પાછળની સીટ પર બેઠેલા જીવણ સવજી ડાભીને ઈજા થતાં રાજકોટની મધુરમ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

ઈજાગ્રસ્ત યુવકે શું કહ્યું?

જીવણ ડાભીના જણાવ્યા મુજબ, તેઓ મોરબીથી ટંકારા પહોંચ્યા ત્યારે કાર પલટી ગઈ (Gujarat Road Accident) હતી. ત્યારબાદ શું થયું તેની તેમને સ્પષ્ટ જાણ નથી. તેમણે જણાવ્યું કે અમન અને પ્રભાત આગળ બેઠા હતા, જ્યારે તેઓ પાછળની સીટ પર હતા. કાર કોઈ અન્ય વાહન સાથે અથડાઈ નહોતી. તેમને હોઠ અને કમરના ભાગે ઈજા થઈ છે.

Morbi Accident: મોરબીમાં ભયાનક અકસ્માત, સ્વિફ્ટ 8થી વધુ વખત પલટી; બે યુવકોનાં મોત
Morbi Accident: મોરબીમાં ભયાનક અકસ્માત, સ્વિફ્ટ 8થી વધુ વખત પલટી; બે યુવકોનાં મોત

પોલીસે ફરિયાદ નોંધી

આ અકસ્માત અંગે જીવણ સવજી ડાભીની ફરિયાદના આધારે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં કારચાલક મૃતક અમન ગણેશ બાબરીયા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. અકસ્માત અંગે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો: UAEમાં 23 વાહનો વચ્ચે ભીષણ અકસ્માત, 14નાં મોત; મૃતકોમાં ગુજરાતનો 13 વર્ષીય કિશોર સહિત 4 ભારતીયો

આ પણ વાંચો: ઉત્તર પ્રદેશમાં ભયાનક અકસ્માતમાં ચાર મિત્રોના મોત, કાર 5 વખત પલટાઈને ખાડામાં ખાબકી

આ પણ વાંચો: ગીરમાં ટ્રેનની અડફેટે સિંહણનું મોત, વિસાવદર પાસે અકસ્માત