Kutch News: કચ્છ જિલ્લા(Kutch)માં દબાણો સામે તંત્રએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. સરકારના આદેશ બાદ દબાણ હટાવો ઝુંબેશ તેજ બનાવવામાં આવી છે. વહીવટી તંત્ર અને પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં એક વર્ષ દરમિયાન જિલ્લામાં 3300 સ્થળેથી દબાણો હટાવવામાં આવ્યા છે.
1.35 કરોડ ચોરસ મીટર જમીન દબાણમુક્ત
પ્રાપ્ત માહિતી મુજબ, એક વર્ષમાં કરાયેલી કાર્યવાહીમાં કુલ 1.35 કરોડ ચોરસ મીટર જમીન દબાણમુક્ત કરવામાં આવી છે. આ જમીનની અંદાજિત કિંમત આશરે 500 કરોડ રૂપિયા હોવાનું જણાવાયું છે.
પશ્ચિમ કચ્છ(Kutch)માં 1850 દબાણો દૂર કરાયા
પશ્ચિમ કચ્છમાં 1850 દબાણો દૂર કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી દરમિયાન 1.30 કરોડ ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી છે. પૂર્વ કચ્છમાં 1445 દબાણો સામે કાર્યવાહી કરવામાં આવી છે. અહીં 5 લાખ ચોરસ મીટર જમીન દબાણમુક્ત કરવામાં આવી છે. સરકાર(Government)ના આદેશ બાદ વહીવટી તંત્ર અને પોલીસની સંયુક્ત ટીમો દ્વારા દબાણ હટાવો ઝુંબેશને વધુ તેજ બનાવવામાં આવી છે.
આ પણ વાંચો: બુલડોઝર એક જગ્યાએ ચાલ્યું, બીજી જગ્યાએ દબાણો યથાવત્: ગાંધીનગર મનપાની નીતિ સામે સવાલ
આ પણ વાંચો: અમદાવાદમાં AMCનું મેગા ડિમોલિશન, 4 વોર્ડમાં દુકાનો અને મકાનો સહિતનાં દબાણો દૂર
આ પણ વાંચો: અમદાવાદના SP રિંગ રોડ પર તંત્રની ડબલ કાર્યવાહી! 31 દબાણો હટાવ્યા, ભૂવાના કારણે ડાયવર્ઝન
