National News/ “મારે અલ્લાહને મળવું છે, હું ખૂબ ખુશ છું, સરેન્ડર નહીં કરું”, મસ્જિદમાં છુપાયેલા લતીફનો વીડિયો કૉલ પર સુરક્ષા દળોને જવાબ, અંતે એન્કાઉન્ટરમાં ઠાર

Kulgam Encounter: કુલગામમાં CRPF પોસ્ટ પર હુમલામાં સામેલ લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી લતીફ ભટ એન્કાઉન્ટરમાં ઠાર થયો. સુરક્ષા દળોએ તેને સરેન્ડર કરવાની તક આપી હતી, પરંતુ તેણે ઇનકાર કર્યો હતો.

Top Stories India
Kulgam Encounter: કુલગામમાં લશ્કરના 2 આતંકીઓ ઠાર, CRPF હુમલા બાદ સુરક્ષા દળોની મોટી કાર્યવાહી

Jammu Kashmir News: જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ કુલગામ (Kulgam Encounter)માં મોટી કાર્યવાહી કરીને લશ્કર-એ-તૈયબાના આતંકવાદી લતીફ ભટને ઠાર માર્યો છે. CRPFની પોસ્ટ પર થયેલા હુમલામાં (CRPF Post Attack) સામેલ લતીફને સુરક્ષા દળોએ સરેન્ડર કરવાની તક આપી હતી, પરંતુ તેણે આત્મસમર્પણ કરવાનો ઇનકાર કર્યો હતો. અહેવાલો મુજબ, તે એક મસ્જિદમાં છુપાયો હતો અને સુરક્ષા દળોએ સ્થાનિક લોકોની મદદથી તેની સાથે વીડિયો કૉલ પર વાતચીત પણ કરી હતી.

Kulgam Encounter: સરેન્ડરની અપીલ છતાં આતંકીએ ઇનકાર કર્યો

બુધવારે સવારે કુલગામના જંગલપોરા વિસ્તારમાં સુરક્ષા દળોએ લતીફ ભટને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. શોધખોળ દરમિયાન તે એક મસ્જિદમાં છુપાયો હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ સુરક્ષા દળોએ સ્થાનિક લોકોની મદદથી તેની સાથે વીડિયો કૉલ દ્વારા સંપર્ક કર્યો હતો.

સુરક્ષા દળોએ તેને હથિયાર છોડીને સરેન્ડર કરવા અપીલ કરી હતી. તેને સુરક્ષાની ખાતરી આપતાં કહેવામાં આવ્યું હતું કે, ‘અમે તમારી સાથે છીએ.’ જોકે, લતીફે (Latif Bhat) આ અપીલ સ્વીકારી નહોતી. તેણે જવાબ આપ્યો હતો કે, ‘મારે અલ્લાહને મળવું છે. હું ખૂબ ખુશ છું. હું અલ્લાહને જોઈશ. હું સરેન્ડર નહીં કરું.’

આ વાતચીત બાદ વિસ્તારમાં સુરક્ષા દળોનું ઓપરેશન આગળ વધ્યું હતું. અંતે થયેલી અથડામણમાં લતીફ ભટ માર્યો ગયો હતો.

Kulgam Encounter: કુલગામમાં લશ્કરના 2 આતંકીઓ ઠાર, CRPF હુમલા બાદ સુરક્ષા દળોની મોટી કાર્યવાહી
Kulgam Encounter: કુલગામમાં લશ્કરના 2 આતંકીઓ ઠાર, CRPF હુમલા બાદ સુરક્ષા દળોની મોટી કાર્યવાહી

CRPF પોસ્ટ પર હુમલામાં હતો સામેલ

લતીફ ભટ 11 નવેમ્બરે કુલગામના નૌપોરા અખરાન વિસ્તારમાં CRPFની પોસ્ટ પર થયેલા હુમલામાં સામેલ હતો. તેણે નિસાર સાથે મળીને પોસ્ટ પર ગોળીબાર કર્યો હતો, જેમાં ત્રણ CRPF જવાનો ઘાયલ થયા હતા.

આ હુમલા બાદ સુરક્ષા દળોએ આતંકવાદીઓને શોધવા માટે કાર્યવાહી તેજ કરી હતી. લતીફ અગાઉ થયેલી એક અથડામણમાં ઘાયલ થયો હોવા છતાં ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. 16 નવેમ્બરે સુરક્ષા દળોએ આ જ કેસમાં સામેલ બીજા આતંકવાદી ઉમરને ઠાર માર્યો હતો. શરૂઆતમાં લતીફ પણ માર્યો ગયો હોવાની માહિતી સામે આવી હતી, પરંતુ બાદમાં સ્પષ્ટ થયું કે તેને પગમાં ગોળી વાગી હતી અને તે જીવતો ભાગી ગયો હતો.

નિસારે છ મહિના સુધી લતીફને આશ્રય આપ્યો હતો

અહેવાલો મુજબ, 11 નવેમ્બરના હુમલામાં સામેલ ઉમર નિસાર ડારે લશ્કર કમાન્ડર લતીફ ભટને આશરે છ મહિના સુધી આશ્રય આપ્યો હતો. બંનેએ હુમલા પહેલાં અલગ-અલગ વિસ્તારોની રેકી પણ કરી હતી.

સોમવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં નિસાર માર્યો ગયો હતો, જ્યારે લતીફ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. ત્યારબાદ મંગળવારે પણ તેની શોધખોળ ચાલુ રાખવામાં આવી હતી. આ માટે ડ્રોન અને શોધખોળ કરતા કૂતરાઓની મદદ લેવામાં આવી હતી.

Kulgam Encounter: કુલગામમાં લશ્કરના 2 આતંકીઓ ઠાર, CRPF હુમલા બાદ સુરક્ષા દળોની મોટી કાર્યવાહી
Kulgam Encounter: કુલગામમાં લશ્કરના 2 આતંકીઓ ઠાર, CRPF હુમલા બાદ સુરક્ષા દળોની મોટી કાર્યવાહી

TRFમાં જોડાયાના એક અઠવાડિયામાં નિસારનું મોત

અહેવાલો અનુસાર, નિસાર ડારે ઘર છોડ્યા બાદ ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (TRF) સંગઠન સાથે જોડાણ કર્યું હતું. સંગઠનમાં જોડાયાના માત્ર એક અઠવાડિયા બાદ જ સોમવારે થયેલી અથડામણમાં તેનું મોત થયું હતું.

કુલગામમાં થયેલા CRPF પોસ્ટ પરના હુમલા બાદ સુરક્ષા દળોએ સંડોવાયેલા આતંકવાદીઓને શોધવા માટે સતત કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન પહેલાં ઉમર અને હવે લતીફ ભટ માર્યો ગયો છે.


આ પણ વાંચો: પટનામાં 3 કુખ્યાત ગુનેગારો એન્કાઉન્ટરમાં ઠાર, સ્ટેશન ઈન્ચાર્જને પણ વાગી ગોળી

આ પણ વાંચો: અમૃતસરમાં ASI હરજીત સિંહ હત્યા કેસમાં મુખ્ય આરોપી દીપક સિંહ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરના શોપિયામાં LeTનો આતંકવાદી એન્કાઉન્ટરમાં ઠાર