Dharm & Bhakti: ‘ગણાનાં ત્વા ગણપતિ હવામહે’…આજથી હજારો વર્ષો પહેલા પ્રાચીનતમ ઋગ્વેદના આ મંત્ર સાથે ગણોના અધિપતિ ભગવાન ગણેશ (Lord Ganesha)નું આવાહ્ન કરવામાં આવ્યું હતુ. આજે આપણે ગણેશજીને કેવળ એક લોકપ્રિય દેવતાના રુપમાં જાણીએ છીએ પરંતુ એમનુ વાસ્તવિક અને વિરાટ સ્વરુપ આનાથી અનેકગણું વધુ વ્યાપક, ઐતિહાસિક અને દાર્શનિક છે. તો ચાલો શ્રીગણેશ સાથે સંલગ્ન એવી અજાણી અને રોચક વાતોને જોઇશું જે ઇતિહાસ, પુરાણ અને વિજ્ઞાનના પાનાઓમાં આલેખાયેલી છે.
અફઘાનિસ્તાનથી કંબોડિયા સુધી ફેલાયેલો છે ભગવાન ગણેશનો પ્રાચીન ઈતિહાસ (Lord Ganesha History)
મોટાભાગે આપણે ભગવાન ગણેશને કેવળ ભારતીય સંસ્કૃતિ સુધી જ સીમિત માની લઈએ છીએ પરંતુ ઈતિહાસ એનાથી બિલકુલ વિપરીત ગવાહી આપે છે. જે અફઘાનિસ્તાન (Afghanistan)માં આજે તાલિબાની સખત શાસન છે એ ધરતી પર ક્યારેક ભગવાન ગણેશની ભવ્ય પ્રતિમા હાજર હોવાના પ્રમાણ છે.

સંસ્કૃત અભિલેખોના અભ્યાસથી જાણવા મળ્યું છે કે ત્યાં રાજા ખિંગાલ દ્વારા ‘મહાવિનાયક’ની સ્થાપના કરવામાં આવેલી હતી. સરહદોની પાર જઈએ તો કમ્બોડિયા (Cambodia)માં પણ પ્રાચીન મંદિરો (Ancient Temples)માં તમને ગણપતિની અગણિત પુરાતન મૂર્તિઓ મળી જશે. આટલું જ નહિં પરંતુ તિબેટ (Tibet)ની બૌદ્ધ પરંપરામાં પણ એમને ધન અને અનુષ્ઠાનિક સિદ્ધિના એક પ્રમુખ દેવતાના સ્વરુપે પૂજવામાં આવે છે.
આદર્શ પુત્ર અને મહાજ્ઞાતા
ગણેશજી એ બાળક છે જે પોતાની માતાના આદેશની રક્ષા માટે પોતાના પિતા સામે પણ યુદ્ધ કરે છે! એમણે આમ કરીને સ્થાપિત કર્યુ કે આ ધરતી પર માતા-પિતાની સેવાથી વધીને અન્ય કોઈ તીર્થ નથી. એ એવા વિદ્વાન છે જેમણે વેદવ્યાસના મુખમાંથી નીકળેલી વાણીને રોકાયા વિના લખતા રહીને મહાભારત (Mahabharat) નામના પુસ્તકને જન્મ આપ્યો!

એક એવો ગ્રંથ જેને લખવા માટે સ્વયં દેવતાઓમાંથી એક દેવતાને લેખક બનવું પડ્યું…એક એવી મહાગાથા જેનો વિસ્તાર એટલો વિશાળ હતો કે એને કોઈ સાધારણ મનુષ્ય તો લખી જ ન શકે! આ બુદ્ધિ, કર્મ અને જ્ઞાનની સંમિશ્રિત કથા છે…એનું નામ છે મહાભારત! આના રચયિતા છે વેદવ્યાસ અને લેખન કર્યુ હતુ બુદ્ધિ-વિવેકના દેવતા ભગવાન ગણેશજીએ…જેમણે વાણીને અક્ષરોનું રુપ આપીને આ અમરગાથા જીવંત કરી દીધી!
શક્તિ અને બુદ્ધિનો અનોખો મેળ
હાથી (Elephant)ની અપાર શક્તિ અને વિશાળ શરીર ધરાવતા શ્રીગણેશની સવારી એક નાનો અમથો મૂષક (Mouse) છે. આ કોઈ પૌરાણિક કલ્પના નથી પરંતુ પ્રકૃતિનું સંતુલન છે. આજે આધુનિક વિજ્ઞાન પણ હાથીઓની સંજ્ઞાનાત્મક ક્ષમતાઓ જેવી કે શીખવા, સમજવા અને વસ્તુઓને યાદ રાખવાની ક્ષમતા અંગે દાયકાઓથી સતત પ્રયોગ કરી રહ્યાં છે. વિશાળતા અને સૂક્ષ્મતાનો આ મેળ બુદ્ધિ અને પ્રકૃતિના સંતુલનનો સૌથી મોટો સંદેશ છે.
સૌથી મોટું રહસ્ય- એ જ વિધ્ન અને એ જ રક્ષક પણ છે
ગણપતિ (Lord Ganesha)ને વિઘ્નહર્તાના સ્થાને વિઘ્ન ઉત્પન્ન કરનાર માનવામાં આવે છે. જે શક્તિ વિઘ્ન ઉત્પન્ન કરે છે એ જ એને દૂર પણ કરે છે. જો તમે માનવ ગૃહ્યસૂત્ર અથવા યાજ્ઞવલ્ક્યસ્મૃતિ વાંચશો તો જાણી જશો કે વિનાયક તો વિઘ્નોના અધિપતિ છે, એમનો પ્રભાવ લક્ષ્ય પ્રાપ્તિમાં અસફળતા અપાવવાનો છે! આથી એમને પ્રસન્ન કરવા માટે અનુષ્ઠાન આવશ્યક છે અને એ સ્વયં પણ વિઘ્નહર્તા બનીને તમામ વિઘ્નોનો નાશ કરી દે છે. એ જ વિઘ્ન છે અને એ જ વિઘ્નહર્તા પણ! આ જ થે વિનાયકનું સંપૂર્ણ સ્વરુપ!

તુલસીદાસજીએ શું કહ્યું છે?
ભગવાન ગણેશના સમગ્ર અને મંગળકારી સ્વરુપનું વર્ણન કરતા ગોસ્વામી તુલસીદાસજી (Goswami Tulsidasji)એ અત્યંત સુંદર પંક્તિઓ લખેલી છે,
સિદ્ધિ-સદન, ગજ-વદન, વિનાયક | કૃપાસિંધુ, સુંદર, સબ-લાયક ||
મોદક-પ્રિય, મુદ-મંગલ-દાતા | વિદ્યા-વારિધિ, બુદ્ધિ-વિધાતા ||
અર્થાત્
ગણેશજી તમામ સિદ્ધિઓનું ઘર, હાથીના મુખવાળા, વિઘ્નનાશક, કૃપાના સાગર અને દરેક કાર્યને યોગ્ય બનાવનાર છે. એ મોદક પ્રિય હોવાની સાથોસાથ ભક્તોના જીવનમાં પ્રસન્નતા અને મંગળ લાવનાર તથા બુદ્ધિ-વિદ્યાના વિધાતા છે. ભગવાન ગણેશનું આ બહુઆયામી સ્વરુપ આપણને શીખવે છે કે શક્તિ, બુદ્ધિ અને સંકટ તમામનું નિયંત્રણ એ એકમાત્ર સર્વોચ્ચ ઊર્જાના હાથમાં છે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: શું મહાભારત લખતી વખતે શ્રી ગણેશની કલમ તૂટી ગઈ હતી? ગણપતિ બાપ્પાને શાથી કહે છે ‘એકદંત’..?
આ પણ વાંચો: કર્ણના ‘કુંવારી ભૂમિ’ પર અંતિમસંસ્કાર, 3 પાનવાળું રહસ્યમય વટવૃક્ષ…મહાભારતયુગથી આજ સુધી છે જીવિત…!
આ પણ વાંચો: જાણો મહાભારતની રોચક ગાથા….રહસ્યમયી પાત્રો…18 ના અંકનું વિશેષ મહત્વ…..!
