World News/ ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: બાયોલોજિકલ હથિયાર બનાવશો તો સંપૂર્ણ સફાયો કરી દઈશું!

ઈરાનના કથિત હથિયાર કાર્યક્રમ અંગે પત્રકારો સાથે વાતચીત દરમિયાન ટ્રમ્પે (Donald Trump) દાવો કર્યો હતો કે અમેરિકા પાસે એવા કેટલાક સંકેતો છે કે ઈરાન ગેસ અને જૈવિક હથિયારો (Iran Biological Weapons) વિકસાવવાની દિશામાં વિચારી રહ્યું છે

World Top Stories
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping)સાથેની મુલાકાત બાદ ટ્રમ્પે ઈરાનને સીધી ચેતવણી આપતાં કહ્યું છે કે જો તે બાયોલોજિકલ હથિયારો (Iran Biological Weapons) બનાવવાની દિશામાં આગળ વધશે તો અમેરિકા તેનો સંપૂર્ણ સફાયો કરી દેશે

World News : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ફરી એકવાર પોતાના આક્રમક નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping)સાથેની મુલાકાત બાદ ટ્રમ્પે ઈરાનને સીધી ચેતવણી આપતાં કહ્યું છે કે જો તે બાયોલોજિકલ હથિયારો (Iran Biological Weapons) બનાવવાની દિશામાં આગળ વધશે તો અમેરિકા તેનો સંપૂર્ણ સફાયો કરી દેશે. ટ્રમ્પના આ નિવેદનથી અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ (US Iran Tensions)ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.

ઈરાનને ટ્રમ્પની આકરી ચેતવણી

ઈરાનના કથિત હથિયાર કાર્યક્રમ અંગે પત્રકારો સાથે વાતચીત દરમિયાન ટ્રમ્પે (Donald Trump) દાવો કર્યો હતો કે અમેરિકા પાસે એવા કેટલાક સંકેતો છે કે ઈરાન ગેસ અને જૈવિક હથિયારો (Iran Biological Weapons) વિકસાવવાની દિશામાં વિચારી રહ્યું છે. જોકે, તેમણે આ દાવાને સમર્થન આપતા કોઈ નક્કર પુરાવા જાહેર કર્યા નહોતા.

ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાન કેટલીક ખતરનાક બાબતો પર કામ કરી રહ્યું હોવાની માહિતી મળી રહી છે અને અમેરિકાની નજર આ સમગ્ર ઘટનાક્રમ પર છે. તેમણે વધુમાં ચેતવણી આપતાં કહ્યું કે ઈરાન જો ખરેખર આવાં હથિયારો બનાવશે તો અમેરિકા તેને સંપૂર્ણપણે ખતમ કરી દેશે.

ટ્રમ્પે ઈરાનના લોકોને ખતરનાક ગણાવતાં સ્પષ્ટ કર્યું હતું કે અમેરિકા આ મામલે કોઈ બાંધછોડ કરવાના મૂડમાં નથી. જોકે, ઈરાન કયા પ્રકારનાં જૈવિક કે ગેસ આધારિત હથિયારો વિકસાવી રહ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે તે અંગે તેમણે કોઈ વિગતો આપી નહોતી.

ઈરાન સંઘર્ષમાં ચીન-રશિયાની મદદ નહીં લે ટ્રમ્પ

ચીનના શેનઝેન શહેરમાં પત્રકારોએ ટ્રમ્પને (Donald Trump) ઈરાન સંઘર્ષનો અંત લાવવા માટે ચીન અને રશિયાની મદદ લેવાના અમેરિકાના ઈરાદા અંગે સવાલ કર્યો હતો. તેના જવાબમાં ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું કે તેઓ આ બંને દેશો પાસે મદદ માંગવા જવાના નથી.

જોકે, તેમણે ચીન અને રશિયાના વલણની પ્રશંસા પણ કરી હતી. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, બંને દેશોએ અમેરિકા પ્રત્યે સકારાત્મક વલણ દર્શાવ્યું છે. તેમણે ખાસ ઉલ્લેખ કર્યો કે બંને દેશોએ આ સંઘર્ષમાં કોઈ ગોળીબાર કર્યો નથી કે સમુદ્રમાં પોતાનાં જહાજો પણ તૈનાત કર્યાં નથી.

ઈરાન સાથે ચાલી રહેલા તણાવને (US Iran Tensions)ઓછો કરવા માટે ભવિષ્યમાં ચીન કે રશિયા સાથે કોઈ રાજદ્વારી વાતચીત કરવામાં આવશે કે નહીં તે અંગે ટ્રમ્પે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નહોતો.

શી જિનપિંગ સાથેની મુલાકાતને ગણાવી મોટી જીત

બીજી તરફ, ચીનના પ્રવાસ દરમિયાન ટ્રમ્પે ચીન સાથેના સંબંધો અંગે પણ સકારાત્મક નિવેદન આપ્યું હતું. તેમણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping)સાથેની મુલાકાત અને પોતાના ભવ્ય સ્વાગતની પ્રશંસા કરી હતી.

ટ્રમ્પે જણાવ્યું હતું કે ચીનમાં તેમને જે પ્રકારનું સન્માન અને મહેમાનગતિ મળી છે તે અસાધારણ છે. બેઠક દરમિયાન કરવામાં આવેલી વ્યવસ્થાઓ અને સ્વાગતના આયોજનને પણ તેમણે બિરદાવ્યું હતું.

ટ્રમ્પે આ મુલાકાતને અમેરિકા માટે મોટી સફળતા ગણાવી હતી. જોકે, એક તરફ ચીન સાથેના સંબંધોને મજબૂત ગણાવતાં ટ્રમ્પે બીજી તરફ ઈરાન સામે આક્રમક વલણ યથાવત્ રાખ્યું છે. હવે તેમના નિવેદન બાદ ઈરાન તરફથી શું પ્રતિક્રિયા આવે છે તેના પર સૌની નજર રહેશે.


આ પણ વાંચો: નોબેલ શાંતિ પુરસ્કાર ન મળતા ભડક્યા ડોનાલ્ડ ટ્રમ્પ; નોર્વેની આકરી ટીકા કરી ઇતિહાસ યાદ અપાવ્યો

આ પણ વાંચો: અમેરિકા પર ઈરાનનો મોટો ખતરો, ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યા ચેતવણીના સંકેતો

આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પનો વધુ એક વિવાદાસ્પદ નિર્ણય: હોર્મુઝ સ્ટ્રેટનું નામ બદલીને રાખ્યું ‘ટ્રમ્પ સ્ટ્રેટ’, ઈરાન સાથે તણાવ ચરમસીમાએ