Diwali 2026/ દિવાળીના દીવાથી બનાવો વાસણ સાફ કરવાનો પાવડર…કાળા બળેલા વાસણ પણ ચમકવા લાગશે!

Diwali Diya Reuse Tips: દિવાળીમાં વપરાયેલા દીવાથી બનેલો ક્લીનિંગ પાવડર બળેલા વાસણોને સાફ કરવા માટે ઉત્તમ વિકલ્પ છે. કેટલીક વાર પૅન બળી જાય છે…

Trending Tips & Tricks Lifestyle
Diwali Diya Reuse Tips- દિવાળીના દીવાને useless ગણીને ફેંકશો નહિં...4 સ્ટેપ્સની મસ્ત મજાની ટ્રિક!

Diwali 2026: Diwali Diya Reuse: દિવાળી પછી મોટાભાગે ઘરમાં માટીના જૂના દીવા પડ્યા રહે છે. ઘણી વાર આ બળેલા દીવડાને નકામા સમજીને લોકો ફેંકી દેતા હોય છે. પણ શું તમે જાણો છો કે આ દીવાની મદદ (Diwali Diya Reuse Tips)થી વાસણ સ્વચ્છ કરવાનો પાવડર પણ બનાવી શકાય છે? માટીના જૂના દીવાથી તમે વાસણ ચમકાવવાનો ક્લીનિંગ પાવડર તૈયાર કરી શકો છો. આ માટે તમારે બજારમાંથી કોઈ મોંઘી પ્રોડક્ટ ખરીદવાની જરુર નથી! ઘરમાં હાજર દીવા, મીઠું અને ડિટર્જન્ટની મદદથી આને સરળ ટિપ્સથી બનાવી શકાય છે. તો ચાલો જાણીએ એને બનાવવાની વિધિ…

માટીના દીવામાંથી બનાવો વાસણ માંજવા માટેનો પાવડર (Diwali Diya Reuse Tips)
માટીના દીવામાંથી બનાવો વાસણ માંજવા માટેનો પાવડર (Diwali Diya Reuse Tips)

માટીના દીવામાંથી બનાવો વાસણ માંજવા માટેનો પાવડર (Diwali Diya Reuse Tips)

1. સૌપ્રથમ ઘરમાં પડેલા જૂના માટીના દીવા (Clay Lamps) લઇને એના પરની તેલ, ગંદકી, કાળાશ વગેરેને દૂર કરી દો. એને સારી રીતે સાફ કરવા માટે એને થોડી વાર તડકામાં રાખવા જેથી એ પૂર્ણ રીતે સુકાઈ જાય.

2. જ્યારે દીવડા સુકાઈ જાય ત્યારે એમને સાવધાનીપૂર્વક વાટીને બારીક પાવડર તૈયાર કરી લેવો. આ તૈયાર પાવડરને એક ઝીણી ચાળણીથી ચાળી લેવો.

3. આમ કરવાથી માટીના મોટા ટુકડા અલગ થઈ જશે. વાસણોની સફાઈ માટે તમારે ફક્ત બારીક પાવડર જ લેવાનો રહેશે.

4. હવે આ ચાળેલા પાવડરમાં અડધી ચમચી મીઠું અને અડધી ચમચી ડિટર્જન્ટ (Salt & Detergent) પાવડર ઉમેરો. આ તમામ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો. આ રીતે તમારો ઘરે તૈયાર કરેલો પૂજા વગેરેના વાસણ ઘસવાનો પાવડર બનાવી શકો છો.

Diwali Diya Reuse Tips- બળેલા વાસણો પણ સાફ થશે
Diwali Diya Reuse Tips- બળેલા વાસણો પણ સાફ થશે

આ પાવડરથી શું સાફ કરવું?

દિવાળીમાં વપરાયેલા દીવાથી બનેલો ક્લીનિંગ પાવડર બળેલા વાસણોને સાફ કરવા માટે ઉત્તમ વિકલ્પ છે. કેટલીક વાર પૅન બળી જાય છે તો નિશાન થઈ જાય છે અને તમે એને સ્વચ્છ કરી શકો છો. પિત્તળ, તાંબાના વાસણ પણ આનાથી સાફ થઈ જશે. આ ઉપરાંત, કાળી કડાઈ, બળેલી કડાઈ, તેલના નિશાનવાળી કડાઈ આ પાવડરથી ઝટપટ ઓછી મહેનતથી સ્વચ્છ થઈ જશે.

વાસણોની સફાઈ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખવું

1. માટીના પાવડરમાં હાજર બારીક કણોથી વાસણો પર ઉઝરડા પડી શકે છે એટલે વાપરતી વખતે વાસણોને ઘણી જારથી ન ઘસવા.

2. મોંઘા, નકશીકામ અને ડિઝાઇનવાળા અને કલાઈ કરેલા વાસણો પર એનો વપરાશ કરવાથી બચવું.

3. પ્રથમ વાર વાપરતા પહેલા કોઈ જૂના વાસણના નાના ભાગ પર એનો ઉપયોગ કરી જોવું.

4. સફાઈ પછી વાસણોને સાફ પાણીથી સારી રીતે ધોઈ લેવા જેથી પાવડરનો કોઈ પણ કણ એના પર ન રહી જાય.


આ પણ વાંચો:

આ પણ વાંચો: લક્ષ્મી-ગણેશની ધાતુની મૂર્તિને દિવાળી પહેલા કેવી રીતે ચમકાવશો? આ ઘરગથ્થુ ટિપ્સ કામ આવી શકે!

આ પણ વાંચો: આ દિવાળીએ બાલ્કનીને આપો શાનદાર લુક…આ રીતે લગાવો રંગબેરંગી ઝાલર…