Jamnagar News/ જામનગર મનપાની સભામાં પ્રજાના પ્રશ્નો સાઈડમાં, નગરસેવકો મોબાઈલમાં વ્યસ્ત!

જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડ બેઠકમાં કેટલાક નગરસેવકો વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ અને મોબાઈલમાં વ્યસ્ત જોવા મળ્યા. જનપ્રતિનિધિઓની (Jamnagar Corporators) જવાબદારી સામે સવાલો.

Top Stories Gujarat Breaking News
Jamnagar Corporators: મનપાની સામાન્ય સભામાં મોબાઈલનો મોહ

Jamnagar News: જામનગર મહાનગરપાલિકાની આજે યોજાયેલી જનરલ બોર્ડની (Jamnagar Corporators) બેઠકમાં શહેરના વિકાસ અને પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરતાં નગરસેવકોની મોબાઈલ વ્યસ્તતાનાં દૃશ્યો વધુ જોવા મળ્યાં હતાં. નાગરિકોની સમસ્યાઓના નિરાકરણ અને વિકાસલક્ષી મુદ્દાઓની ચર્ચા માટે મળેલી સામાન્ય સભા દરમિયાન અનેક કોર્પોરેટરો કાર્યવાહી પર ધ્યાન આપવાને બદલે મોબાઈલ ફોનમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. કોઈ વોટ્સએપ પર ચેટિંગ કરી રહ્યું હતું, તો કોઈ ઈન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરવામાં અને ફોટા જોવામાં મશગૂલ હતું.

Jamnagar Corporators: સિનિયર કોર્પોરેટરો પણ મોબાઈલમાં ગળાડૂબ

સામાન્ય રીતે નવા ચૂંટાયેલા સભ્યોને માર્ગદર્શન આપતા અને ગૃહની ચર્ચામાં સક્રિય રહેતા સિનિયર કોર્પોરેટરો પણ બેઠક દરમિયાન મોબાઈલમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. ખાસ કરીને પહેલી અને બીજી હરોળમાં બેઠેલા કેટલાક અગ્રણી નગરસેવકો સોશિયલ મીડિયા અને મોબાઈલ ફોનમાં મશગૂલ હતા. બીજી તરફ, છેલ્લી હરોળમાં બેઠેલી મહિલા નગરસેવિકાઓ પણ મોબાઈલનો ઉપયોગ કરતી જોવા મળી હતી.

કોઈ વોટ્સએપ ચેટિંગમાં તો કોઈ ફોટા જોવામાં વ્યસ્ત

જનરલ બોર્ડની (General Board Meeting) કાર્યવાહી ચાલુ હતી ત્યારે કેટલાક નગરસેવકો વોટ્સએપ પર ચેટિંગ કરી રહ્યા હતા, જ્યારે કેટલાક ઈન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરી રહ્યા હતા. અમુક સભ્યો મોબાઈલની ગેલેરીમાં ફોટા જોતા અને કેટલાક ચાલુ સભામાં ફોન પર વાતચીત કરતા પણ જોવા મળ્યા હતા. પ્રજાના પ્રશ્નોની ચર્ચા માટે મળેલી સામાન્ય સભામાં આ દૃશ્યો ચર્ચાનો વિષય બન્યાં હતાં.

Jamnagar Corporators: મનપાની સામાન્ય સભામાં મોબાઈલનો મોહ
Jamnagar Corporators: મનપાની સામાન્ય સભામાં મોબાઈલનો મોહ

મોબાઈલમાં વ્યસ્ત જોવા મળેલા નગરસેવકો

જનરલ બોર્ડની બેઠક (Municipal Corporation Meeting) દરમિયાન મોબાઈલમાં વ્યસ્ત જોવા મળેલા નગરસેવકોમાં પાર્થભાઈ કોટડીયા, રાજુભાઈ યાદવ, યોગેશભાઈ કણજારીયા, અમરભાઈ કનખરા, ધવલભાઈ નાખવા, નિલેશભાઈ હાડા, દર્શનભાઈ શેઠ, દીપકસિંહ ચૌહાણ, રાજુભાઈ કરમુર અને આલાભાઈ રબારીનો સમાવેશ થાય છે.

Jamnagar Corporators: મનપાની સામાન્ય સભામાં મોબાઈલનો મોહ
Jamnagar Corporators: મનપાની સામાન્ય સભામાં મોબાઈલનો મોહ

મહિલા નગરસેવિકાઓમાં નિશાબેન અસવાર, હેતલબેન અમેથીયા, નીતાબા જાડેજા, સંગીતાબેન ગુઢકા, શર્મિલાબેન નંદા, નિશાબેન ધવલ અને ધર્મીનાબેન સોઢા મોબાઈલમાં વ્યસ્ત જોવા મળ્યાં હતાં.

જનપ્રતિનિધિઓની જવાબદારી સામે સવાલો

શહેરના નાગરિકો પોતાના પ્રશ્નો અને સમસ્યાઓનો (Gujarat Civic) ઉકેલ આવે તેવી આશા સાથે જનપ્રતિનિધિઓને ચૂંટીને મહાનગરપાલિકામાં મોકલે છે. ત્યારે સામાન્ય સભા જેવા મહત્વના મંચ પર જ નગરસેવકો મોબાઈલમાં વ્યસ્ત જોવા મળતાં તેમની જવાબદારી અને પ્રજાના પ્રશ્નો પ્રત્યેની ગંભીરતા સામે સવાલો ઊભા થયા છે. નગરસેવકોની મોબાઈલ વ્યસ્તતા વચ્ચે જ સામાન્ય સભાની કાર્યવાહી પૂર્ણ થઈ હતી.


આ પણ વાંચો: સુરતની કાપડ કંપનીમાં આગનો સિલસિલો યથાવત્: 48 કલાકમાં બીજીવાર ભભૂકી આગ

આ પણ વાંચો: હવે ગુજરાતમાં હોમસ્ટે ચલાવવું બનશે સરળ: 9 રૂમની મંજૂરી, માલિકની હાજરીની શરત દૂર

આ પણ વાંચો: ગિરનાર લીલી પરિક્રમામાં શ્રદ્ધાળુઓનો ધસારો! ભીડને પગલે સવારે 6 વાગ્યે જ ખોલાયો ઇટવા ગેટ