National News/ અમેરિકા જતા વિદ્યાર્થીઓ માટે રાહત, ‘ડ્યુરેશન ઓફ સ્ટેટસ’ નિયમ રદ

અમેરિકાની ફેડરલ કોર્ટે વિદેશી વિદ્યાર્થીઓના રોકાણ સમયગાળાને મર્યાદિત કરવાના પ્રસ્તાવિત ‘ડ્યુરેશન ઓફ સ્ટેટસ’ (Duration of Status) નિયમને રદ કર્યો . છે. આ નિર્ણયથી F-1 અને J-1 વિઝા પર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિઝા (USA Student Visa)સમયમર્યાદા અને એક્સટેન્શનની પ્રક્રિયામાં રાહત મળશે

Top Stories India
F-1 અને J-1 વિઝા (J1 Visa)પર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિઝા (USA Student Visa)સમયમર્યાદા અને એક્સટેન્શનની પ્રક્રિયામાં રાહત મળશે

National News : અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ (Study in USA)માટે જતા ભારતીય અને ગુજરાતી વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. અમેરિકાની ફેડરલ કોર્ટે વિદેશી વિદ્યાર્થીઓના રોકાણ સમયગાળાને મર્યાદિત કરવાના પ્રસ્તાવિત ‘ડ્યુરેશન ઓફ સ્ટેટસ’ (Duration of Status) નિયમને રદ કર્યો . છે. આ નિર્ણયથી F-1 અને J-1 વિઝા (J1 Visa)પર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિઝા (USA Student Visa)સમયમર્યાદા અને એક્સટેન્શનની પ્રક્રિયામાં રાહત મળશે. વિદ્યાર્થીઓને વધારાની અરજી, ખર્ચ અને કાગળિયાંની પ્રક્રિયામાંથી બચવાનો માર્ગ ખુલ્યો છે.

USA Student Visa : વિદેશી વિદ્યાર્થીઓ માટે શું બદલાવ થવાનો હતો?

અમેરિકામાં અત્યાર સુધી F-1 વિઝા (F1 Visa)પર આવતા વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી ‘Duration of Status’ હેઠળ રહેવાની મંજૂરી મળતી હતી. આ વ્યવસ્થામાં વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ અને મંજૂર સમયગાળાને આધારે કાયદેસર રીતે અમેરિકામાં રહી શકતા હતા.

પરંતુ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) દ્વારા આ નિયમમાં ફેરફાર કરીને વિદ્યાર્થીઓને ચોક્કસ સમયમર્યાદા સાથે પ્રવેશ આપવાની વ્યવસ્થા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ અમલમાં આવ્યો હોત તો વિદ્યાર્થીઓને સમય પૂરો થયા બાદ અમેરિકામાં રહેવા માટે વધુ મંજૂરી લેવાની જરૂર પડી શકતી હતી.

માસ્ટર્સ અને પીએચડી વિદ્યાર્થીઓની ચિંતા દૂર

નવા નિયમથી ખાસ કરીને માસ્ટર્સ અને પીએચડી કરતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઈ શકે તેમ હતા. રિસર્ચમાં વિલંબ, પ્રોજેક્ટ પૂર્ણ થવામાં સમય લાગવો કે અભ્યાસક્રમ લંબાવવો પડે તો વિદ્યાર્થીઓએ વારંવાર USCIS પાસે એક્સટેન્શન માટે અરજી કરવાની જરૂર પડી શકતી હતી.

આ પ્રક્રિયામાં અરજી ફી, કાનૂની દસ્તાવેજો અને સમયનો વધારાનો બોજ વિદ્યાર્થીઓ તથા તેમના પરિવાર પર પડવાની શક્યતા હતી. હવે કોર્ટના નિર્ણયથી આ પ્રસ્તાવિત ફેરફાર રદ થતાં વિદ્યાર્થીઓને જૂની વ્યવસ્થા હેઠળ રાહત મળી છે.

હજારો ડોલર અને કિંમતી સમય બચશે

વિદેશ અભ્યાસના નિષ્ણાતોના મતે, કોર્ટના નિર્ણયથી વિદ્યાર્થીઓને વધારાની વિઝા પ્રક્રિયાઓ અને સંભવિત ખર્ચમાંથી રાહત મળશે. ખાસ કરીને ગુજરાતમાંથી દર વર્ષે અમેરિકા જતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે આ નિર્ણય મહત્ત્વપૂર્ણ છે.

જોકે, અભ્યાસ દરમિયાન રાહત મળવા છતાં ગ્રેજ્યુએશન બાદ અમેરિકામાં નોકરી મેળવવી, H-1B વિઝા મેળવવો અને ગ્રીન કાર્ડની પ્રક્રિયા હજુ પણ પડકારજનક બની શકે છે. તેથી વિદ્યાર્થીઓએ અભ્યાસ સાથે પોતાના વિઝા સ્ટેટસ અને ઇમિગ્રેશન નિયમો અંગે પણ સતત સાવચેત રહેવું જરૂરી છે.


આ પણ વાંચો:અમેરિકામાં ભણતા ભારતીયો માટે નવું ટેન્શન! નોકરી માટે ભરશો રૂ.96 લાખ?

આ પણ વાંચો: અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓના એડમિશનમાં 15% ઘટાડો, કડક ઇમિગ્રેશન નિયમોની અસર

આ પણ વાંચો: ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણય, અમેરિકામાં હવે F-1 સ્ટુડન્ટ વિઝા માત્ર 4 વર્ષ માટે જ મળશે; ભારતીય વિદ્યાર્થીઓની ચિંતા વધી