Gandhinagar News: ગુજરાતમાં શૈક્ષણિક વર્ષ 2026-27 દરમિયાન શાળાઓની જાહેર રજાઓની (Gujarat School Holidays) તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધૂળેટી (Dhuleti Holiday 2027) અને ચેટીચાંદની રજાઓની નવી તારીખો જાહેર (Cheti Chand Holiday 2027) કરતું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ ફેરફાર બાદ રાજ્યની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓએ નવી તારીખો મુજબ રજાઓ રાખવાની રહેશે.
Gujarat School Holidays: ધૂળેટીની રજામાં એક દિવસનો ફેરફાર
બોર્ડના જાહેરનામા મુજબ, શૈક્ષણિક વર્ષ 2026-27માં ધૂળેટીની જાહેર રજા અગાઉ 22 માર્ચ, 2027ના રોજ નક્કી કરવામાં આવી હતી. જોકે, હવે આ તારીખમાં ફેરફાર કરીને રજા 23 માર્ચ, 2027ના રોજ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ચેટીચાંદની રજા પણ 9 એપ્રિલે રહેશે
ચેટીચાંદના તહેવારની જાહેર રજાની તારીખમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. અગાઉ આ રજા 8 એપ્રિલ, 2027ના રોજ રાખવામાં આવી હતી. હવે નવા જાહેરનામા મુજબ ચેટીચાંદની રજા 9 એપ્રિલ, 2027ના રોજ રહેશે.
તમામ શાળાઓને નવા જાહેરનામાનો અમલ કરવા સૂચના
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે (Gujarat Education Board) રાજ્યની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સંચાલકો અને આચાર્યોને રજાઓની સુધારેલી તારીખોનો ચુસ્તપણે અમલ કરવા સૂચના આપી છે. આથી શૈક્ષણિક વર્ષ 2026-27માં ધૂળેટી અને ચેટીચાંદની રજાઓ હવે જાહેર કરાયેલી નવી તારીખો પ્રમાણે રહેશે.
આ પણ વાંચો: ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનો મહત્વનો નિર્ણય, નવા શૈક્ષણિક વર્ષથી પાઠ્યપુસ્તકોમાં થશે ફેરફાર
આ પણ વાંચો: ગુજરાત શિક્ષણ બોર્ડનું નવું શૈક્ષણિક કેલેન્ડર જાહેર, વર્ષમાં કુલ 80 દિવસની મળશે રજાઓ
