Dharma & Bhakti/ ગણાધિપ સંકષ્ટી ચતુર્થી 2026 ક્યારે મનાવવામાં આવશે? જાણો વ્રતની તિથિ અને ચંદ્ર દર્શનનો સમય….

કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષમાં આવનારી ચોથને ગણાધિપ સંકષ્ટી ચતુર્થી (Ganadhipa Sankashti Chaturthi 2026)ના સ્વરુપમાં મનાવવામાં આવે છે…

Trending Religious Rashifal Dharma & Bhakti
Ganadhipa Sankashti Chaturthi 2026 ક્યારે છે? જાણો સાચી તારીખ અને Significance!

Dharm & Bhakti: સનાતન ધર્મમાં ભગવાન ગણેશને વિઘ્નહર્તા અને પ્રથમ પૂજ્ય કહેવામાં આવે છે. એમની આરાધના માટે સંકષ્ટી ચતુર્થીનું વિશેષ મહત્વ છે. કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષમાં આવનારી ચોથને ગણાધિપ સંકષ્ટી ચતુર્થી (Ganadhipa Sankashti Chaturthi 2026)ના સ્વરુપમાં મનાવવામાં આવે છે. આ દિવસે ભક્તો વ્રત રાખીને ગણપતિની પૂજા કરે છે અને ચંદ્રમાને અર્ઘ્ય આપ્યા પછી વ્રત પૂર્ણ કરે છે. વર્ષ 2026માં આ વ્રત ક્યારે રાખવામાં આવશે? આવો જાણીએ એની સાચી તિથિ, ચંદ્રોદય સમય, પૂજા વિધિ અને ધાર્મિક મહત્વ વિશે….

ગણાધિપ સંકષ્ટી ચતુર્થી 2026ની સાચી તિથિ (Ganadhipa Sankashti Chaturthi 2026)

પંચાંગ અનુસાર, કારતક માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ 27 નવેમ્બર 2026ના સવારે 9 વાગીને 48 મિનિટે શરુ થશે અને 28 નવેમ્બરે સવારે 6 વાગીને 39 મિનિટ સુધી રહેશે. ચંદ્રોદયનો સમય ચતુર્થી તિથિએ હોવાને કારણે ગણાધિપ સંકષ્ટી ચતુર્થીનું વ્રત 27 નવેમ્બર, શુક્રવારના રોજ રાખવામાં આવશે.

Ganadhip Sankashti chaturthi 2026- Ganesh Puja
Ganadhip Sankashti chaturthi 2026- Ganesh Puja

ચંદ્રોદયનો સમય (Ganadhipa Sankashti Chaturthi 2026 Chandroday Time)

જ્યોતિષ પંચાગ અનુસાર, ગણાધિપ સંકષ્ટી ચતુર્થીના દિવસે ચંદ્રોદયનો સમય રાત્રે 8 વાગીને 18 મિનિટનો રહેશે. જો કે, અલગ-અલગ શહેરના સમય પ્રમાણે ચંદ્રોદયનો સમય જુદો-જુદો હોઈ શકે છે. આ માટે સ્થાનિક પંચાંગ જોવું હિતાવહ છે.

ચંદ્રમાને અર્ઘ્ય શા માટે આપીએ છીએ? (Chandra Arghya Time)

સંકષ્ટી ચતુર્થીના વ્રતમાં ચંદ્ર દર્શન અને અર્ઘ્ય આપવાની વિશેષ પરંપરા છે. શ્રદ્ધાળુ દિવસભર વ્રત ઉપવાસ (Fasting) રાખે છે અને સાંજે ભગવાન ગણેશજી (Lord Ganesha)ની પૂજા કર્યા બાદ ચંદ્રમાના દર્શન કરે છે. ત્યાર બાદ જળ અર્પણ કરીને વ્રત સમાપ્ત કરે છે અને પારણા કરે છે.

સંકષ્ટી ચતુર્થીનું મહત્વ

ભગવાન ગણેશને વિઘ્નહર્તા કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે ગણાધિપ સંકષ્ટી ચતુર્થી પર શ્રદ્ધાપૂર્વક ઉપવાસ રાખવાથી અને પૂજા કરવાથી જીવનના વિઘ્ન અને નડતરોથી મુક્તિ મેળવવામાં સહાયતા મળે છે. આ દિવસે ગણેશજીની આરાધના સુખ, શાંતિ અને સૌભાગ્યની કામનાથી કરવામાં આવે છે.

Ganadhipa Sankashti Chaturthi 2026-Puja Vidhi
Ganadhipa Sankashti Chaturthi 2026-Puja Vidhi

ગણેશ પૂજાની વિધિ (Ganesh Puja Vidhi)

1. વ્રતના દિવસે સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરવા અને ભગવાન ગણેશનું ધ્યાન કરતા-કરતા વ્રતનો સંકલ્પ લેવો.

2. પૂજા સ્થળે ગણપતિની પ્રતિમા સ્થાપિત કરીને એમને દૂર્વા, ફૂલ, રોલી, અક્ષત અને ફળ સમર્પિત કરવા.

3. ત્યાર બાદ મોદક અથવા અન્ય મનપસંદ પ્રસાદ ધરાવવો.

4. ગણેશ મંત્રનો જાપ કરવો અને ગણેશ ચાલીસાનો પાઠ કરવો.

5. સાંજે પૂજા કર્યા બાદ ચંદ્રમાના દર્શન કરવા અને અર્ઘ્ય આપીને ઉપવાસના પારણા કરવા.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો:

આ પણ વાંચો: