Patan News/ પાટણમાં ખાદ્ય વિભાગની તવાઈ, એક્સપાયરી થયેલી બેકરી આઈટમ્સ અને પિઝા બ્રેડ મળી આવ્યા

Patan Food Raid: પાટણના પદ્મનાભ ભગવાનના સપ્તરાત્રિ મેળામાં ખાદ્ય સલામતી વિભાગની 25 ખાદ્ય એકમોમાં તપાસ, વાસી ખાદ્યસામગ્રીનો નાશ

Gujarat Others Breaking News
patan food raid

Patan News: પાટણમાં યોજાયેલા પદ્મનાભ ભગવાનના મેળામાં ખાદ્ય વિભાગે કાર્યવાહી (Patan Food Raid)હાથ ધરી છે. મેળામાં આવતા લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને ખાણીપીણીના સ્ટોલ પર ઓચિંતી તપાસ કરવામાં આવી હતી. અનેક સ્ટોલ પરથી બિનઆરોગ્યપ્રદ ખાદ્યસામગ્રી ઝડપાતાં સ્ટોલધારકોમાં ફફડાટ ફેલાયો હતો.

Patan Food Raid : સપ્તરાત્રિ મેળામાં ખાદ્ય સલામતી વિભાગની તવાઈ

પદ્મનાભ ભગવાનના સપ્તરાત્રિ મેળા (Saptratri Mela)માં ખાદ્ય સલામતી વિભાગ (Food Safety Department)ની ટીમે 25 જેટલા ખાદ્ય એકમોમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. રાત્રિના સમયે ખાણીપીણીના સ્ટોલ પર સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ તપાસમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતાની ચકાસણી કરાઈ હતી.

વાસી ખાદ્યસામગ્રીનો સ્થળ પર નાશ

તપાસ દરમિયાન અનેક સ્ટોલ પરથી બિનઆરોગ્યપ્રદ ખાદ્યસામગ્રી મળી આવી હતી. વિભાગે 10 લિટર અયોગ્ય તેલનો સ્થળ પર નાશ કર્યો હતો. આ ઉપરાંત 5 કિલો વાસી (Stale Food) મંચુરિયન અને ખીચું નષ્ટ કરાયું હતું. 10 કિલો રંગયુક્ત સુગર સીરપનો પણ નાશ કરવામાં આવ્યો હતો.

એક્સપાયરી બેકરી આઈટમ્સ અને પિઝા બ્રેડ નષ્ટ

ચેકિંગ દરમિયાન એક્સપાયરી (Expired Items) થયેલી બેકરી આઈટમ્સ અને પિઝા બ્રેડ પણ મળી આવ્યાં હતાં. વિભાગે આ તમામ સામગ્રીનો સ્થળ પર જ નાશ કર્યો હતો. મેળામાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતાની તપાસ તેજ કરવામાં આવી છે.

લોકોના આરોગ્ય માટે સતત દેખરેખ

મેળામાં ઉમટતા હજારો લોકોના જાહેર આરોગ્ય (Public Health) સાથે કોઈ ચેડાં ન થાય તે માટે વિભાગ સતત દેખરેખ રાખી રહ્યો છે. આગામી દિવસોમાં પણ પાટણ (Patan News)ના મેળામાં આ પ્રકારની તપાસ ચાલુ રહેશે તેવું જણાવાયું છે.


આ પણ વાંચો: ખાખરાના પેકેટમાં ગંભીર બેદરકારી! વડોદરાના કામ્યા ગૃહ ઉદ્યોગ પર મનપાના ફૂડ વિભાગના દરોડા

આ પણ વાંચો: બનાસકાંઠામાં ભેળસેળ સામે ફૂડ વિભાગની કાર્યવાહી! 4 પેઢીઓને લાખોનો દંડ

આ પણ વાંચો: ગાંધીનગરમાં ફૂડ વિભાગની તપાસથી હોટલોમાં ફફડાટ: 60 પેઢીઓ ચેક, 6 હોટલને નોટિસ