nepal news/ નેપાળના જળપ્રલયમાં ગુમ 213 ભારતીયોને મૃત જાહેર કરવાની તૈયારી, પરિવારજનો પાસેથી 2 ડિસેમ્બર સુધી વાંધા મંગાવ્યા

213 Missing Indians: નેપાળના ઓગસ્ટ 2026ના વિનાશક પૂરમાં ગુમ થયેલા 213 ભારતીયોને મૃત જાહેર કરવાની કાનૂની પ્રક્રિયા શરૂ થઈ છે. પરિવારજનો 2 ડિસેમ્બર સુધી ભારતીય દૂતાવાસ સમક્ષ વાંધા અને સૂચનો રજૂ કરી શકશે.

Top Stories World
213 Missing Indians: નેપાળના જળપ્રલયનો મોટો ખુલાસો, 213 ગુમ ભારતીયોને મૃત જાહેર કરવાની પ્રક્રિયા શરૂ

Nepal News: નેપાળમાં ઓગસ્ટ 2026માં આવેલા વિનાશક પૂર (Nepal Flood 2026) દરમિયાન ગુમ થયેલા 213 ભારતીય (213 Missing Indians) નાગરિકોને મૃત જાહેર કરવાની કાનૂની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. નેપાળ સ્થિત ભારતીય દૂતાવાસે 25 નવેમ્બરે સત્તાવાર પ્રેસ રિલીઝ જાહેર કરીને આ અંગે જાણકારી આપી છે. ગુમ થયેલા લોકોની યાદી જાહેર કરીને તેમના પરિવારજનો પાસેથી વાંધા અને સૂચનો મંગાવવામાં આવ્યા છે.

213 Missing Indians: 213 ભારતીયોની યાદી જાહેર

નેપાળની નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટી (NDRRMA)એ ઓગસ્ટ મહિનાથી ગુમ થયેલા 213 ભારતીય નાગરિકોની સંભવિત યાદી પોતાની સત્તાવાર વેબસાઇટ પર મૂકી છે. આ યાદીમાં નામ, વિગતો અથવા અન્ય કોઈ બાબતે સુધારો, વધારો કે ઘટાડો કરાવવા માટે પરિવારજનોને તક આપવામાં આવી છે.

2 ડિસેમ્બર સુધી ભારતીય દૂતાવાસનો સંપર્ક કરી શકાશે

ગુમ થયેલા ભારતીય નાગરિકોના પરિવારજનોને યાદી અંગે કોઈ વાંધો કે સૂચન હોય તો તેઓ 2 ડિસેમ્બર 2026 સુધીમાં કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસ (Indian Embassy Kathmandu)નો સંપર્ક કરી શકશે.

સંપર્કની વિગતો નીચે મુજબ છે:

ઈમેઈલ: [email protected]

મોબાઈલ નંબર: +9779851316807

વાંધા-સૂચનો બાદ મૃત્યુ પ્રમાણપત્રની પ્રક્રિયા

પરિવારજનો પાસેથી વાંધા અને સૂચનો મેળવવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નેપાળ સરકાર યાદીને આખરી સ્વરૂપ આપીને ઔપચારિક રીતે મૃત્યુની ઘોષણા કરશે. ત્યારબાદ ભારતીય દૂતાવાસ સ્થાનિક સત્તાવાળાઓ પાસેથી સંબંધિત વ્યક્તિઓનાં મૃત્યુ પ્રમાણપત્ર (Death Certificate) મેળવવાની પ્રક્રિયા શરૂ કરશે. આ દરમિયાન પરિવારજનો પાસેથી વધારાની વિગતો અથવા જરૂરી દસ્તાવેજો પણ માગવામાં આવી શકે છે.

26 ઓગસ્ટે સર્જાયો હતો વિનાશક જળપ્રલય

26 ઓગસ્ટ 2026ના રોજ નેપાળ-તિબેટ સરહદ નજીક હિમખંડ અને ખડકો ધસી પડવાની ઘટનાને કારણે ટ્રિશુલી-ભોટે કોશી નદી પ્રણાલીમાં ભયાનક પૂર આવ્યું હતું. આ કુદરતી આફતને કારણે ઉત્તરીય અને મધ્ય નેપાળનાં અનેક ગામો અને શહેરોમાં ભારે તારાજી સર્જાઈ હતી.

NDRRMAના આંકડા અનુસાર, આ જળપ્રલયમાં ઓછામાં ઓછા 1,453 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 5,000થી વધુ લોકો લાપતા થયા હતા. હવે આ હોનારતમાં ગુમ થયેલા 213 ભારતીય નાગરિકોને મૃત જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.


આ પણ વાંચો: નેપાળના જળપ્રલયે તાજી કરી કેદારનાથની યાદ, બન્ને દુર્ઘટનામાં ગ્લેશિયરનું કનેક્શન? 

આ પણ વાંચો: નેપાળ-તિબેટ પૂર વચ્ચે તળાવ ફાટવાનું જોખમ, રેસ્ક્યૂ ઓપરેશન રોકાયું,મૃત્યુઆંક 469, 977 લોકો ગુમ

આ પણ વાંચો: દહેગામના 3 લોકો નેપાળમાં 3 દિવસથી સંપર્કવિહોણા, પરિવારની ચિંતા વધી; ગુજરાતના કુલ 26 લોકો ગુમ