Kharmas: હિન્દુ ધર્મમાં પંચક, ભદ્રા ઉપરાંત, ખરમાસ (Kharmas 2026) એક એવો સમય હોય છે જે તમામ પ્રકારના માંગલિક કાર્યો કરવા માટે પૂર્ણ રુપે વર્જીત છે. ખરમાસ દરમિયાન, લગ્ન-સગાઈ અને મુંડન જેવા તમામ શુભ કાર્યો કરવાની મનાઈ હોય છે. પરંતુ, ખરમાસમાં પૂજા-પાઠ કરવાનું અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે જ્યારે સૂર્ય મીન અથવા ધનુ રાશિમાં ગોચર કરે છે ત્યારે ખરમાસની શરુઆત થાય છે. આ દરમિયાન સૂર્યનું તેજ ઓછું થઈ જાય છે આથી આ સમય માંગલિક કાર્યો માટે શુભ માનવામાં નથી આવતો. તો જાણીએ કે ડિસેમ્બર 2026 (December 2026)માં ખરમાસ ક્યારથી શરુ થાય છે અને આ દરમિયાન શું કરવું જોઈએ?
સૂર્ય દેવ (Sun Planet) ધરતી પર જીવનના દાતા માનવામાં આવે છે. સૂર્ય દેવના તાપ વિના પૃથ્વી પર જીવન સંભવ નથી. આ સંજોગોમાં સૂર્ય જ્યારે મીન કે ધનુ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે એમનું તેજ ઓછું થઈ જાય છે. ધાર્મિક માન્યતાનુસાર, કોઈ પણ શુભ અથવા માંગલિક કાર્ય માટે સૂર્યનું તેજસ્વી હોવું ઘણું જ ઉત્તમ માનવામાં આવે છે. આ કારણે ખરમાસ દરમિયાન વિવાહ અને માંગલિક કાર્યો કરવામાં નથી આવતા. જ્યોતિષ (Astrology)માં સૂર્યને ગ્રહોનો રાજા માનવામાં આવે છે અને એ પિતા પક્ષનું પ્રતિનિધિત્વ કરે છે. આથી એનું તેજ ઓછું થાય એ મંગળ કાર્યો કરવા માટે ઉત્તમ માનવામાં નથી આવતુ.

ખરમાસ દરમિયાન શું કરવું જોઇએ? (What to do during Kharmas 2026)
1. ખરમાસમાં સૂર્યદેવની ઉપાસના કરવાનું શુભ અને લાભદાયક માનવામાં આવે છે. ખરમાસ દરમિયાન દરરોજ સૂર્ય દેવને તાંબાના લોટાથી જળ અર્પિત કરવું.
2. ખરમાસમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવી ઉત્તમ હોય છે. આ દરમિયાન પ્રતિદિન ‘ઓમ્ નમો ભગવતે વાસુદેવાય નમ:’ મંત્રનો જાપ કરવો.
3. કોઈની જન્મકુંડળીમાં ગુરુ ગ્રહ અશુભ સ્થિતિમાં હોય તો ખરમાસમાં ગુરુ ગ્રહ સંબંધિત ઉપાયો કરવા. આમ કરવાથી ગ્રહનો અશુભ પ્રભાવ ઓછો થાય છે.
4. ખરમાસ દરમિયાન વિષ્ણુ સહસ્ત્રનામ અથવા શ્રીમદ્ ભાગવતગીતાનો પાઠ કરવો. આનાથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે.
5. ખરમાસમાં પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી પુણ્યલાભ મળે છે.
6. ખરમાસ દરમિયાન દાન કરવું પણ ઉત્તમ માનવામાં આવે છે. તો તમારા સામર્થ્ય અનુસાર, ગરીબ અને જરુરિયાતમંદને ગરમ કપડા, ધન, તલ અથવા અનાજનું દાન કરવું.

ખરમાસ દરમિયાન ભૂલથીયે આ કામ ન કરવા (What not to do during Kharmas 2026)
1. ખરમાસ દરમિયાન લગ્ન-સગાઈ કે લગ્નસંબંધી કોઈ રીત-રસમ ન કરવી.
2. નવા ઘરમાં પ્રવેશ, ગૃહ પ્રવેશ, ખાત મુહૂર્ત અથવા નવા મકાન-દુકાનની ખરીદી ખરમાસ દરમિયાન વર્જીત માનવામાં આવેલી છે.
3. બાળકોનું મુંડન, કર્ણવેધ (કાન વિંધાવવા) અને યજ્ઞોપવીત (જનોઈ) જેવા સંસ્કારો ખરમાસમાં ન કરાવવા જોઈએ.
4. ખરમાસમાં કોઈ નવો વ્યવસાય કે મોટા પ્રોજેક્ટની શરુઆત ન કરવી જોઇએ. નવી વસ્તુઓની શરુઆત માટે આ માસ સારો નથી ગણાતો.
5. ખરમાસમાં નવી વધૂનો ગૃહ પ્રવેશ પણ ન કરાવવો જોઇએ.
6. ખરમાસમાં તામસિક ભોજન જેમ કે માંસ અને મદિરાનું સેવન ન કરવું જોઇએ.

ખરમાસમાં કેમ નથી થતા માંગલિક કાર્યો?
સૂર્ય દેવ ધરતી પર જીવનના દાતા માનવામાં આવે છે. સૂર્ય દેવના તાપ વિના પૃથ્વી પર જીવન સંભવ નથી. આ સંજોગોમાં સૂર્ય જ્યારે મીન કે ધનુ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે એમનું તેજ ઓછું થઈ જાય છે. ધાર્મિક માન્યતાનુસાર, કોઈ પણ શુભ અથવા માંગલિક કાર્ય માટે સૂર્યનું તેજસ્વી હોવું ઘણું જ ઉત્તમ માનવામાં આવે છે. આ કારણે ખરમાસ દરમિયાન વિવાહ અને માંગલિક કાર્યો કરવામાં નથી આવતા. જ્યોતિષમાં સૂર્યને ગ્રહોનો રાજા માનવામાં આવે છે અને એ પિતા પક્ષનું પ્રતિનિધિત્વ કરે છે. આથી એનું તેજ ઓછું થાય એ મંગળ કાર્યો કરવા માટે ઉત્તમ માનવામાં નથી આવતુ.
ડિસેમ્બરમાં ખરમાસ ક્યારે શરુ થશે? (Kharmas Date in Decemebr 2026)
જ્યોતિષ પંચાંગ અનુસાર, 16 ડિસેમ્બરે (16 December 2026) સવારે 10 વાગીને 29 મિનિટે સૂર્ય દેવ ધનુ રાશિમાં પ્રવેશ કરશે. ત્યાર બાદ ખરમાસનો આરંભ થઈ જશે. ખરમાસની સમાપ્તિ મકર સંક્રાંતિના દિવસે થશે. અત્રે ઉલ્લેખનીય છે કે ખરમાસ લગભગ 1 મહિનાનો હોય છે. ખરમાસનું સમાપન 14 જાન્યુઆરી 2027 (14 January 2027)ના રોજ થશે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
