Amreli News: અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક ગુજરાતી અભિનેતા ઓજસ રાવળ સિંહ દર્શન કરતા વિવાદમાં (Ojas Rawal Viral Video) આવ્યા છે. અભિનેતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા વીડિયો વાયરલ થયા બાદ વનવિભાગ હરકતમાં આવ્યું છે. સિંહ અને સિંહબાળની નજીક જઈને વીડિયો બનાવવાના મામલે તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
Ojas Rawal Viral Video: સિંહ પરિવારની નજીક જઈ વીડિયો બનાવ્યાનો આક્ષેપ
મળતી માહિતી મુજબ, ઓજસ રાવળ કોવાયા ગામ નજીક સિંહ પરિવારને જોવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ સિંહબાળની નજીક જઈ સેલ્ફી લેતા હોવાનો અને રોડ પર આવેલા સિંહોની પાછળ વાહન લઈને નજીક પહોંચીને તેમને નિહાળતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
વન્યજીવોની નજીક આ રીતે જવું જોખમી હોવાની સાથે વન્યજીવ સંરક્ષણના નિયમોનું ઉલ્લંઘન થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ગીર પૂર્વમાં ગેરકાયદેસર સિંહ દર્શન: પ્રતિબંધિત વિસ્તારમાં ઘૂસેલા અમદાવાદના 3 શખ્સો ઝડપાયા
આ પણ વાંચો: ગીરમાં ગેરકાયદે સિંહ દર્શન પર વન વિભાગની રેડ: ‘મંત્રી, મોરબી શહેર ભાજપ’ લખેલી થાર કબજે, તપાસ તેજ
આ પણ વાંચો: સાસણગીરમાં CM ભુપેન્દ્ર પટેલની ગીર સફારી, સિંહ દર્શન કરી વન કર્મીઓને પ્રોત્સાહિત કર્યા
