Ahmedabad News/ ભાટ ચાર રસ્તા પર ટ્રાફિકની સમસ્યાનો નવો ઉકેલ, 300 મીટરના યુ-ટર્ન બનશે; 15 દિવસમાં રાહતની આશા

Bhat Crossroads: અમદાવાદ-ગાંધીનગર હાઇવે પર ભાટ ચાર રસ્તાનું જંકશન બંધ થયા બાદ ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે કેપ્સુલ ડિઝાઇન તૈયાર થશે. રોડની બંને તરફ વધારાની લેન બનાવી 300 મીટરના અંતરે નવા યુ-ટર્ન બનાવાશે. કામગીરી 15 દિવસમાં પૂર્ણ કરવાનું આયોજન છે.

Top Stories Gandhinagar Ahmedabad Gujarat
Bhat Crossroads: ભાટ ચાર રસ્તા પર મોટો ટ્રાફિક ઉકેલ, 15 દિવસમાં 300 મીટરના નવા યુ-ટર્ન

Ahmedabad News: અમદાવાદ-ગાંધીનગર હાઇવે (Ahmedabad Gandhinagar Highway) પર ઇન્દિરા બ્રિજ નજીક આવેલા ભાટ-કોટેશ્વર ચાર રસ્તા (Bhat Crossroads)નું મુખ્ય જંકશન ટ્રાફિકની સમસ્યાને કારણે બંધ કરી દેવામાં આવ્યું છે. હવે અહીં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે કેપ્સુલ ડિઝાઇન તૈયાર કરવામાં આવશે. ગાંધીનગર માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડની બંને તરફ એક-એક વધારાની લેન બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ બંને તરફ 300 મીટરના અંતરે નવા યુ-ટર્ન બનાવવામાં આવશે. આ કામગીરી આગામી 15 દિવસમાં પૂર્ણ કરવાનું આયોજન છે.

Bhat Crossroads: જંકશન બંધ થતાં વાહનચાલકોને લાંબો ફેરો પડતો હતો

ભાટ ચાર રસ્તાનું મુખ્ય જંકશન બંધ થતાં મોટેરા અને કોટેશ્વરથી એરપોર્ટ તરફ જતા વાહનચાલકોને કેબલ બ્રિજ નીચેથી આશરે 1 કિલોમીટરનો ફેરો ફરીને યુ-ટર્ન લેવો પડતો હતો. જ્યારે ભાટ અને ગાંધીનગર તરફથી આવતા વાહનચાલકોને ઇન્દિરા બ્રિજ (Indira Bridge) નીચેથી આશરે 2 કિલોમીટર ફરીને જવું પડતું હતું.

આ સમસ્યાને લઈને સ્થાનિક નાગરિકોએ રાજકીય નેતાઓ અને ગાંધીનગર સુધી રજૂઆતો કરી હતી. ત્યારબાદ ટ્રાફિક (Traffic Update) પોલીસ અને તંત્ર દ્વારા જંકશન ફરી ખોલવાને બદલે કેપ્સુલ ડિઝાઇન તૈયાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રોડની બંને તરફ વધારાની લેન બનાવાશે

વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે હાલ બંને તરફના રોડને પહોળા કરવાની કામગીરી ચાલી રહી છે. આ માટે રસ્તાની બંને બાજુ એક-એક વધારાની લેન બનાવવામાં આવી રહી છે. કામગીરી પૂર્ણ થયા બાદ બંને તરફ 300 મીટરના અંતરે નવા યુ-ટર્ન તૈયાર કરવામાં આવશે.

આ વ્યવસ્થા શરૂ થયા બાદ મોટેરા, કોટેશ્વર અને ભાટના વાહનચાલકોને લાંબો ફેરો ફરવામાંથી રાહત મળશે અને અમદાવાદ-ગાંધીનગર હાઇવે પર વાહનવ્યવહાર વધુ સરળ બનવાની આશા છે.


આ પણ વાંચો: ગુનાખોરી અને ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા ગુજરાત પોલીસે એક નવતર પહેલ કરી

આ પણ વાંચો: ટ્રાફિકની સમસ્યા ઘટશે: AMC દ્વારા 5 નવા બ્રિજ અને 7 ફ્લાયઓવરનું આયોજન

આ પણ વાંચો: ઇડરમાં બાયપાસ મામલે લોલીપોપ.. લોકોને ટ્રાફિકની સમસ્યા