Bhavnagar News: ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં બગદાણા નજીક આવેલા કળમોદર ગામમાં ગાંજાની ખેતી (Ganja Farming)નો પર્દાફાશ થયો છે. એક ખેડૂતે પૈસા કમાવવાની લાલચમાં પોતાની વાડીમાં કપાસના પાકની વચ્ચે ગાંજાનું વાવેતર કર્યું હતું. બાતમીના આધારે SOGએ દરોડો પાડીને 100 કિલોથી વધુ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ₹50 લાખથી વધુની કિંમતના ગાંજાના 161 છોડ સાથે ઘોહારામ ભમ્મરની ધરપકડ કરી છે.
Ganja Farming: કપાસની વચ્ચે ગાંજાનું વાવેતર
પોલીસને મળેલી બાતમીના આધારે SOGની ટીમે કળમોદર ગામની એક વાડીમાં તપાસ હાથ ધરી (SOG Raid) હતી. આ દરમિયાન કપાસના પાકની વચ્ચે ગાંજાના છોડ (Cannabis Plants) ઉગાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી ગાંજાના 161 છોડ કબજે કર્યા હતા. આ છોડની અંદાજિત કિંમત ₹50 લાખથી વધુ હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે ઘોહારામ ભમ્મરને ઝડપી લેવામાં આવ્યો છે.
ડ્રગ્સ વિરુદ્ધ ઝુંબેશમાં 35 કેસ નોંધાયા
જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયે જણાવ્યું હતું કે ડ્રગ્સ ફ્રી ઇન્ડિયા અને ડ્રગ્સ ફ્રી ગુજરાત અભિયાન અંતર્ગત જિલ્લામાં સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ડ્રગ્સ સંબંધિત કુલ 35 કેસ નોંધવામાં આવ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં જ 2 કેસ નોંધાયા છે. આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ડ્રોનની મદદથી પણ થશે તપાસ
ડ્રગ્સ વિરુદ્ધની ઝુંબેશને વધુ અસરકારક બનાવવા આગામી દિવસોમાં SOG, LCB, ANW અને સ્થાનિક પોલીસ (Gujarat Police) દ્વારા કામગીરી ચાલુ રાખવામાં આવશે. આ ઉપરાંત ડ્રોનની મદદથી પણ શંકાસ્પદ વિસ્તારો પર નજર રાખવામાં આવી રહી છે. પોલીસને આશા છે કે આ ટેક્નોલોજીની મદદથી ડ્રગ્સના વધુ કેસ શોધી શકાશે.
આ પણ વાંચો: મહીસાગર: બાલાસિનોરના વડદલા ગામે ગાંજાની ખેતી ઝડપાઈ
આ પણ વાંચો: કચ્છ રાપરના વાગડ વિસ્તારમાં ગાંજાની ખેતી ઝડપાઈ
આ પણ વાંચો: જામ ખંભાળીયા તાલુકામાંથી ગાંજાની ખેતી ઝડપાઈ
