Gandhinagar News/ ગાંધીનગરમાં પરીક્ષા કેન્દ્રોની આસપાસ 100 મીટરનો વિસ્તાર પ્રતિબંધિત, મોબાઈલ અને ઝેરોક્ષ પર મનાઈ

ગાંધીનગરમાં 30 નવેમ્બરથી 9 ડિસેમ્બર દરમિયાન GSOS SSC-HSC પરીક્ષા (Gandhinagar SSC HSC Exam Rules) યોજાશે. પરીક્ષા કેન્દ્રોની 100 મીટરની ત્રિજ્યામાં મોબાઈલ, ઝેરોક્ષ અને અન્ય પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ.

Gujarat Gandhinagar Top Stories Breaking News
Gandhinagar SSC HSC Exam Rules: પરીક્ષા માટે 100 મીટરમાં પ્રતિબંધ

Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 30 નવેમ્બરથી 9 ડિસેમ્બર દરમિયાન યોજાનારી GSOS SSC-HSC પરીક્ષાને ધ્યાનમાં રાખીને ગાંધીનગર વહીવટીતંત્રે સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર (Gandhinagar SSC HSC Exam Rules) પાડ્યું છે. પરીક્ષાર્થીઓ કોઈપણ ગેરરીતિ કે પ્રલોભન વગર નિર્ભયતાથી પરીક્ષા આપી શકે અને જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટ રવિન્દ્ર ખતાલે દ્વારા આ હુકમો કરવામાં આવ્યા છે.

પરીક્ષા કેન્દ્રોની 100 મીટરની ત્રિજ્યામાં બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ

જાહેરનામા મુજબ 30 નવેમ્બરથી 9 ડિસેમ્બર દરમિયાન પરીક્ષાના સમયગાળામાં ગાંધીનગર જિલ્લાના મહેસુલી વિસ્તારમાં આવેલા નિયત પરીક્ષા કેન્દ્રોની ચારે તરફ 100 મીટરની ત્રિજ્યામાં તમામ જાહેર જગ્યા, સ્થળ અને વિસ્તાર તેમજ ઝેરોક્ષ કેન્દ્રો અને દુકાનોનો વિસ્તાર પ્રતિબંધિત જાહેર કરાયો છે. આ વિસ્તારમાં પરીક્ષાર્થીઓ અને પરીક્ષા સંબંધિત ફરજ પરના અધિકૃત કર્મચારીઓ સિવાય અન્ય બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

આ ઉપરાંત, પરીક્ષા દરમિયાન પ્રતિબંધિત વિસ્તારમાં મોબાઈલ ફોન (Mobile Phone Ban) , પેજર, ઇલેક્ટ્રિક ડાયરી, સ્માર્ટ વોચ સહિતનાં અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો સાથે પ્રવેશવા પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે.

Gandhinagar SSC HSC Exam Rules

ઝેરોક્ષ-ફેક્સ મશીન, ચા-પાનના ગલ્લા અને લાઉડ સ્પીકર પર પણ રોક

પરીક્ષાર્થીઓના શાંતિપૂર્ણ વાતાવરણમાં લેખનકાર્ય અને એકાગ્રતામાં ખલેલ પહોંચે તેવું કોઈપણ કૃત્ય કરવા પર પ્રતિબંધ મૂકાયો છે. પરીક્ષામાં ચોરી કરવા કે કરાવવાના હેતુથી પુસ્તકો, કાપલીઓ, ઝેરોક્ષ નકલો અથવા ગેરરીતિમાં ઉપયોગી થઈ શકે તેવાં સાધનો લઈ જવાની પણ મનાઈ છે.

પ્રતિબંધિત વિસ્તારમાં આવેલા ઝેરોક્ષ કેન્દ્રો અને દુકાનોમાં ઝેરોક્ષ તથા ફેક્સ મશીન ચાલુ રાખવા પર પ્રતિબંધ (Exam Centre Restrictions) રહેશે. આ ઉપરાંત પરીક્ષા સ્થળે હથિયાર લઈને પ્રવેશવા, પાન-બીડીના ગલ્લા તથા ચા-પાણીનાં કેન્દ્રો ચાલુ રાખવા, ચાર કે તેથી વધુ વ્યક્તિઓના એકઠા થવા, જાહેર વાહનવ્યવહારને અવરોધ થાય તે રીતે વાહનો પાર્ક કરવા અને મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડવા પર પણ રોક લગાવવામાં આવી છે.

જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી

જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલા આ પ્રતિબંધાત્મક હુકમો ફરજ પરના પોલીસદળ અને હોમગાર્ડના કર્મચારીઓ-અધિકારીઓ તેમજ પરીક્ષા સંબંધિત કામગીરી માટે ફરજ પર બોલાવાયેલા કર્મચારીઓ અને અધિકારીઓને લાગુ પડશે નહીં. વહીવટીતંત્રે સ્પષ્ટ કર્યું છે કે જાહેરનામાનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ કાયદેસરની શિક્ષાને પાત્ર ઠરશે.


આ પણ વાંચો: ધોરણ 10 અને 12ની પરીક્ષા ફી કેટલી? રેગ્યુલર, રિપીટર અને GSOSનું આખું લિસ્ટ જાહેર

આ પણ વાંચો: CBSEએ કરી ધો. 10ની બોર્ડ પરીક્ષાની તારીખ જાહેર, 16 ફેબ્રુઆરીથી શરૂ થશે પરીક્ષા, 9 માર્ચે છેલ્લું પેપર

આ પણ વાંચો: ગુજરાત પોલીસ ભરતી 2026: 12,993 જગ્યાઓની સંપૂર્ણ વિગતો, હાઈટ-દોડથી પરીક્ષા અને ફી સુધી જાણો બધું