Bhavnagar News/ મહુવામાં દીપડાની દહેશત યથાવત્: અગાઉ 3 લોકોનાં મોત, હવે 8 વર્ષના બાળક પર હુમલો

ભાવનગરના મહુવાના પરતાપરા ગામમાં દીપડાએ 8 વર્ષના બાળક પર હુમલો (Mahuva Leopard Attack) કરતાં તે ઘાયલ થયો. અગાઉ ત્રણ મોત બાદ ફરી ઘટના બનતાં ગ્રામજનોમાં ભય.

Gujarat Top Stories Breaking News
Mahuva Leopard Attack: 8 વર્ષનું બાળક ઘાયલ

Bhavnagar News: ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં દીપડાના હુમલાની (Mahuva Leopard Attack) વધુ એક ઘટના સામે આવી છે. પરતાપરા ગામમાં 8 વર્ષના બાળક આશિષ ભાલીયા પર દીપડાએ અચાનક હુમલો કરતાં તે ઇજાગ્રસ્ત થયો હતો. હુમલા દરમિયાન સ્થાનિક લોકોએ સમયસૂચકતા દાખવી બાળકને દીપડાથી બચાવી લીધો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર માટે તળાજાની હોસ્પિટલમાં ખસેડવામાં (8 Year Old Child Injured) આવ્યો હતો. આ ઘટનાને પગલે આસપાસનાં ગામોમાં ભયનો માહોલ ફેલાયો છે. પ્રાથમિક માહિતી મુજબ, હુમલા બાદ દીપડો હાલ ભગુડા વિસ્તારમાં હોવાની વિગતો સામે આવી છે.

Mahuva Leopard Attack: અગાઉ ત્રણ લોકોનાં મોત બાદ ફરી હુમલાની ઘટના

મહુવા તાલુકામાં અગાઉ વન્ય પ્રાણીના હુમલામાં ત્રણ વ્યક્તિઓનાં મોતની ઘટનાઓ બની ચૂકી છે. ત્યારે ફરી એકવાર 8 વર્ષના બાળક પર દીપડાએ હુમલો કરતાં ગ્રામજનોમાં ભય અને ચિંતામાં વધારો થયો છે. સતત બની રહેલી આવી ઘટનાઓને પગલે સ્થાનિક લોકોમાં વન વિભાગની કામગીરી સામે પણ રોષ જોવા મળી રહ્યો છે.

દીપડાને પકડવા પાંજરાં મૂકવાની માંગ

દીપડાના વધતા હુમલાઓ વચ્ચે ગ્રામજનો વન વિભાગની (Gujarat Forest Department) કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે. લોકોની સુરક્ષા માટે કાયમી અને અસરકારક પગલાં ક્યારે લેવાશે તેવો પ્રશ્ન પણ ચર્ચાઈ રહ્યો છે. ગ્રામજનોએ દીપડાને વહેલી તકે પકડી પાડવા માટે પાંજરાં ગોઠવવા સહિતની તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.


આ પણ વાંચો: અમરેલીમાં દીપડાનો આતંક યથાવત, પરિવાર સાથે ખેતરે ગયેલા 8 વર્ષના માસૂમનું મોત

આ પણ વાંચો: ઉનાના નાદણમાં વાડીમાં રમતા 9 વર્ષના બાળક પર દીપડાનો હુમલો

આ પણ વાંચો: ગીર સોમનાથના ભાલપરામાં દીપડાના આંટાફેરાથી દહેશત, તંત્ર દ્વારા પાંજરાં ગોઠવાયાં