વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસમા પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.કોંગ્રેસના યુવા પૂર્વમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા તારીખ 16 અને 17 નવેમ્બરે ગુજરાતની મુલાકાતે આવવાના છે. આ બે દિવસ દરમિયાન તેઓ અમદાવાદ અને વડોદરાની મુલાકાત લેશે.
તેઓ લગભગ બપોરના 12.30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આવશે.
બપોરે 1 કલાકે કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે પ્રેસ કોંફરન્સ યોજાશેબપોરે 2:30 કલાકે યુવા સંવાદ કાર્યક્રમમાં ભાગ લેશે.
ત્યાર બાદ સાંજે 4.30 કલાકે કોંગ્રેસ કાર્યાલય ખાતે મહિલા સંવાદ કાર્યક્રમમાં ભાગ લેશે અને 6:30 કલાકે મેઘાણીનગર ખાતે જાહેરસભાનું આયોજન કરશે.
તેમના બીજા દીવસના પ્રવાસની વાત કરવામાં આવે તો તેઓ 17 તારીખે 9 કલાકે અમદાવાદથી બરોડા જવા રવાના થશે.
11 કલાકે હરણી એરપોર્ટ સર્કલ ખાતે યુવા સંવાદ કાર્યક્રમને સંબોધશે.
બપોરે 2 વાગ્યે હરણી સર્કલ ખાતે પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લેશે.
