Not Set/ ગુજરાત ચુંટણીને લઇ 2 મિલિયનથી વધુ લોકોએ કર્યા ટ્વીટ, પીએમ મોદી સૌથી આગળ

ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચુંટણીના રાજકીય પેચ પર એક મહિનાથી માત્ર ભારતમાં જ નહિ સમગ્ર દુનિયા મીટ માંડીને બેઠી હતી. ગુજરાતની ચુંટણીને લઇ ભારતની સાથે એશિયા, અમેરિકા, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાના અનેક દેશોના લોકોની ટ્વીટર મારફતે નજર અટકેલી હતી. ટ્વીટર ઇન્ડિયાના જણાવ્યા મુજબ, ગુજરાત ચુંટણીને લઈને સક્રિયતાની સ્તિથી એવી હતી કે ૧ થી ૧૮ ડિસેમ્બર વચ્ચે ગુજરાત ઈલેક્શન […]

Top Stories
ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચુંટણીના રાજકીય પેચ પર એક મહિનાથી માત્ર ભારતમાં જ નહિ સમગ્ર દુનિયા મીટ માંડીને બેઠી હતી. ગુજરાતની ચુંટણીને લઇ ભારતની સાથે એશિયા, અમેરિકા, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાના અનેક દેશોના લોકોની ટ્વીટર મારફતે નજર અટકેલી હતી. ટ્વીટર ઇન્ડિયાના જણાવ્યા મુજબ, ગુજરાત ચુંટણીને લઈને સક્રિયતાની સ્તિથી એવી હતી કે ૧ થી ૧૮ ડિસેમ્બર વચ્ચે ગુજરાત ઈલેક્શન હેંશટેગ સાથે ૧૯ લાખથી વધુ ટ્વીટ થયા છે.
ટ્વીટર ઇન્ડિયાના પબ્લીક પોલીસી હેડ મહિમા કૌલના જણાવ્યા મુજબ, દુનિયાભરના લોકોએ ગુજરાત ચુંટણી સબંધીત માહિતી માટે
ટ્વીટરનો સહારો લીધો હતો. એટલુ જ નહી ટ્વીટર દ્વારા પ્રથમ વખત ભારતમાં કોઈ ચુંટણીનુ જીવંત પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું. તેઓએ વધુમાં જણાવતા કહ્યું, ચુંટણી ગુજરાતમાં થઈ રહી હતી પરંતુ તેની ચર્ચા સમગ્ર દુનિયામાં હતી. આ ચર્ચા ચુંટણીના પરિણામોના દિવસે ખુબ જ વધી ગઈ હતી. રાજકીય પાર્ટીના નેતાઓએ લોકો સાથે સીધો સંપર્ક કરવા માટે ટ્વીટરનો સહારો લીધો હતો.

ગુજરાતની ચુંટણી દરમિયાન મોદી સૌથી વધુ વપરાતો શબ્દ હતો. ત્યાર બાદ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહહાર્દિક પટેલ અને અહમદ પટેલ જેવા શબ્દનો ઉપયોગ સૌથી વધુ થયો હતો. ટ્વીટર પર છેલ્લા અઢી સપ્તાહમાં ૫૩ ટકા લોકોએ ભાજપ અને ૪૭ ટકા લોકોએ કોંગ્રેસનુ સમર્થન કર્યુ હતું.
ટ્વીટર ઇન્ડિયાના જણાવ્યા મુજબ, કોંગ્રેસના ટ્વીટર હેન્ડલને સૌથી વધુ હેશટેગ મળ્યા હતા. જેમાં કોંગ્રેસને ૪૨ ટકા, ભાજપને ૩૮ ટકા હેશટેગ મળ્યા છે. જયારે ચુંટણીમાં વિકાસનો મુદ્દો સૌથી વધુ ચર્ચામાં રહ્યો હતો. ત્યારબાદ હિન્દુત્વ, જીએસટી, નોટબંધી અને પાટીદાર જેવા શબ્દો ચર્ચામાં રહ્યા હતા.