મુંબઈ
ટીવીના સુપરહિટ શો નાગિનથી પોતાની અલગ ઓળખ બનાવનાર અભિનેત્રી મૌની રોય અક્ષય કુમાર સાથેની ફિલ્મ ગોલ્ડમાં નજરે પડવાની છે. ત્યારે હવે સુત્રોનુ માનીએ તો મૌની રોયને હવે અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્મામાં પણ સાઈન કરવામાં આવી છે. આ ફિલ્મમાં મૌની એક વિલનની ભૂમિકામાં નજરે પડશે.
અયાન મુખર્જીના ડાયરેક્શનમાં બનનાર આ ફિલ્મમાં રણબીર કપુર અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં નજરે પડશે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ નજરે પડશે. આ ફિલ્મ એક સુપર નેચરલ ફિલ્મ છે. જેમાં મૌની રોયનુ નેગેટીવ પાત્ર પણ દમદાર હશે. ફિલ્મમેકર મૌની રોયના લૂકને લઈને અત્યારે કામ કરી રહ્યા છે. વીએફએક્સની મદદથી તૈયાર થનાર મૌનીનો લૂક ફિલ્મનો હાર્દ બની રહેશે. મહત્વનુ છે કે, મૌની રોય અત્યારે અક્ષય કુમાર સાથેની ફિલ્મ ગોલ્ડથી બોલીવુડમાં પોતાનુ ડેબ્યુ કરવાની છે. આ ફિલ્મનુ ડાયરેક્શન રીમા કાગતીએ કર્યુ છે અને ફિલ્મને ફરહાન અખ્તર પ્રોડ્યુસ કરી રહ્યો છે.