પાટણમાં ધોળા દિવસે તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. મળતી માહિતી અનુસાર પંચાચર ગામમાં તસ્કરો ત્રાટક્યા હતા અને બંધ મકાનને ટાર્ગેટ કરીને સોના ચાંદીના દાગીનાની લૂંટ કરી હતી.

સાથે સાથે રૂપિયા 10 હજાર રોકડા પણ લઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે આ તસ્કરોએ રૂપિયા 5 લાખ જેટેલો મુદ્દામાલ ચોરી કરીને ફરાર થયા હતા.
