Not Set/ અમેરિકા: પાકિસ્તાનના પહેલા કર્યા હૂક્કા-પાણી બંધ, હવે કર્યો ડ્રોન હુમલો

ન્યુઝ એજેન્સીના જણાવ્યા મુજબ, અમેરિકાએ ડ્રોનથી બે મિસાઈલથી હ્ન્ગું જિલ્લા પાસે હુમલો કર્યો હતો. અમેરિકાએ બુધવારે પાકિસ્તાન-અફગાનિસ્તાન બોર્ડર પર આંતકી વિસ્તાર પર ડ્રોન વડે હુમલો કર્યો હતો. ડ્રોન હુમલામાં હક્કાની ટોપ કમાન્ડર અહસાન ખાવેરી સમેત ત્રણ આતંકવાદીના મોત થયા છે. અમેરિકન ડ્રોને ઉતર વજીરિસ્તાનમાં સ્પીન થાલ પાસે અફગાન શરણાર્થીઓના ઘરને નિશાન બનાવ્યું. જ્યાં આતંકવાદીઓ રોકાયા […]

Top Stories

ન્યુઝ એજેન્સીના જણાવ્યા મુજબ, અમેરિકાએ ડ્રોનથી બે મિસાઈલથી હ્ન્ગું જિલ્લા પાસે હુમલો કર્યો હતો. અમેરિકાએ બુધવારે પાકિસ્તાન-અફગાનિસ્તાન બોર્ડર પર આંતકી વિસ્તાર પર ડ્રોન વડે હુમલો કર્યો હતો.

ડ્રોન હુમલામાં હક્કાની ટોપ કમાન્ડર અહસાન ખાવેરી સમેત ત્રણ આતંકવાદીના મોત થયા છે. અમેરિકન ડ્રોને ઉતર વજીરિસ્તાનમાં સ્પીન થાલ પાસે અફગાન શરણાર્થીઓના ઘરને નિશાન બનાવ્યું. જ્યાં આતંકવાદીઓ રોકાયા હતાં.

તમને જણાવી દઈકે, 2018માં અમેરિકા તરફથી પાકિસ્તાનના આતંકીઓ પર બીજો હુમલો કરવામાં આવ્યો છે. આ પહેલા 17 જાન્યુઆરીએ પાક-અફગાન બોર્ડર પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં એક આતંકવાદીની મોત થયું હતું.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નવી અફગાનની નીતિની ઘોષણા પછી આ આતંકવાદીઓને મારવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અમેરિકા દ્વારા કરવામાં આવતાં ડ્રોન હુમલાને પાકિસ્તાન લગાતાર તેનો વિરોધ કરતુ આવ્યું છે. આ પહેલા 2016માં અમેરિકાએ ડ્રોન હુમલામાં તાલીબાની આતંકી મુલ્લા અખ્તર મન્સુરની મોત થઈ હતી.