Not Set/ રાજકોટ: ધોરાજીમાં ભાજપના આગેવાન પર કરાયો હુમલો, ભાજપ કાર્યાલય નજીક બન્યો બનાવ

રાજકોટ રાજકોટના ધોરાજીમાં ભાજપના આગેવાન પર જીવલેણ હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ મોડી રાત્રે ભાજપના આગેવાન નગરપાલિકાની ચૂંટણીને લઇને પ્રચાર કરવા માટે નિકળ્યા હતા. આ દરમિયાન જેતપુર રોડ પર અજાણ્યા શખ્સોએ જયસુખ સેઠિયાને નિશાન બનાવ્યા હતા અને અમારા વિસ્તારમાં શું કામ આવે છે તેમ કહીને અપશબ્દો બોલ્યા હતા. ત્યારબાદ જયસુખ […]

Gujarat

રાજકોટ

રાજકોટના ધોરાજીમાં ભાજપના આગેવાન પર જીવલેણ હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ મોડી રાત્રે ભાજપના આગેવાન નગરપાલિકાની ચૂંટણીને લઇને પ્રચાર કરવા માટે નિકળ્યા હતા.

આ દરમિયાન જેતપુર રોડ પર અજાણ્યા શખ્સોએ જયસુખ સેઠિયાને નિશાન બનાવ્યા હતા અને અમારા વિસ્તારમાં શું કામ આવે છે તેમ કહીને અપશબ્દો બોલ્યા હતા.

ત્યારબાદ જયસુખ સોઠિયા અને આ અજાણ્યા શખ્સો વચ્ચે તકરાર થઇ હતી. જેમાં સાત જેટલા અજાણ્યા શખ્સો ઉગ્ર સ્વરૂપ ધારણ કરીને જયસુખ સોઠિયા સાથે મારામારી કરી હતી.

જેને કારણે જયસુખ સોઠિયા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આરોપીઓને પકડવા વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે, આ ઘટનાથી ભાજપના કાર્યકરોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું.