પંચમહાલ
પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે 5000 વર્ષ જૂનો મરડેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. આ મંદિરનું શિવલિંગ જમીન લેવલ થી આશરે 15 ફૂટ ઊંચાઈ પર આવેલ હોવા છતાં તેમાંથી પાણી ની દાર સતત વહેતી જ રહે છે તેથી તેને મરડેશ્વર મહાદેવ ના નામથી ઓળખવામાં આવે છે.
બીજી ખાસ આ શિવલિંગ વિશે એવી માન્યતા પણ છે કે દર મહાશિવરાત્રીની રાત્રે આ શિવલિંગ ચોખા ના દાણા જેટલા આપોઆપ વધે છે. અને તેથી આશરે 5000 વર્ષ દરમ્યાન આ શિવલિંગ 5 ફૂટ જેટલો ઊંચો અને 2 ફૂટ પહોળો છે.
આ શિવલિંગ સ્વયંભૂ છે તેની કોઈએ સ્થાપના કરી નથી.
દર શિવરાત્રી અને શ્રાવણ મહિનામાં દૂર -દૂરથી શિવભક્તો અહિયાં દર્શન કરવા આવે છે. શિવજીના દર્શન કરેલ શિવભક્તોનું માનવું છે કે અહીં દર્શન કરવાથી શિવજી તેમની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે.
