વાપીમાં પોલીસે વિદેશી દારૂના જથ્થાનો નાશ કર્યો છે. પારડી પોલીસ ડિવિઝનમાં આવેલા ભીલાડ,ઉમરગામ, મરિન, ડુંગરા પોલીસ સ્ટેશન દ્વારા વર્ષ દરમિયાન ખૂબ મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
જે જથ્થોનો નાશ કરવા માટે પોલીસે નામદાર કોર્ટની મંજૂરી લીધી હતી અને બાદમાં દારૂનો આ મસમોટો જથ્થો નાશ કરી નાંખ્યો હતો. મહત્વનું છે કે, આ દારૂનો કિંમત 8 કરોડ જેટલી હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.
