લોસ એન્જલેસ
હોલીવુડના ૯0માં એકેડમી એવોર્ડ એટલે કે ઓસ્કાર એવોર્ડની જાહેરાત કેલીફોર્નિયાના લોસ એન્જેલેસમાં આવેલા ડોલ્બી થિયેટરમાં થઇ હતી. હોલીવુડની અનેક સેલિબ્રેટીઝની હાજરીમાં અપાયેલા આ એવોર્ડમાં ધ શેપ ઓફ વોટરને બેસ્ટ પિક્ચરનો એવોર્ડ અપાયો હતો. ધ શેપ ઓફ વોટર 13 નોમિનેશન સાથે ઓસ્કારમાં ટોપ પર રહી હતી.
આ એવોર્ડ સમારોમાં એક પળ એવી પણ હતી કે જ્યાં શ્રીદેવી અને શશી કપૂરને યાદ કરવામાં આવ્યા હતા અને આ એવોર્ડ સમારોમાં શ્રીદેવી અને શશી કપૂરને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

અહીં ઓસ્કાર વિનર ફિલ્મો અને એક્ટર્સનું લીસ્ટ આપવામાં આવ્યું છે.
બેસ્ટ પિક્ચર: ધ શેપ ઓફ વોટર
એક્ટ્રેસ ઇન લીડીંગ રોલ: ફ્રાન્સિસ મેકડોર્મેટને થ્રી બીલબોર્ડ્સ આઉટ સાઇડ એબીંગ માટે
એક્ટર ઇન લીડીંગ રોલ : ગેરી ઓલ્ડમેન ડાર્કેસ્ટ અવર માટે
બેસ્ટ ડાયરેક્ટર : ગુલેર્મો ડેલ ટોરોને ધ શેપ ઓફ વોટર માટે
બેસ્ટ એક્ટર ઇન સપોર્ટીંગ રોલ : સેમ રોકવેલને થ્રી બીલબોર્ડ્સ આઉટ સાઇડ એબીંગ માટે
બેસ્ટ એક્ટ્રેસ ઇન સપોર્ટિંગ રોલ: એલિસન જેનીને આઇ ટોન્યા માટે
સિનેમેટ્રોગ્રાફી : રોજર ડીકીન્સને બ્લેટ રનર 2049 માટે
ઓરીજીનલ સ્ક્રીનપ્લે : જોર્ડન પીલેને ગેટ આઉટ માટે
શોર્ટ ફિલ્મ (લાઇવ એક્શન) : ક્રીસ ઓવર્ટન અને રશેલ શેનટનને ધ સાઇલન્ટ ચાઇલ્ડ માટે
ડોક્યુમેન્ટરી શોર્ટ સબજેક્ટ : ફ્રેન્ક સ્ટીફેલને હેવન ઇઝ અ ટ્રાફિક જામ ઓન ધ 405 માટે
વિઝ્યુઅલ ઇફેક્ટ: જ્હોન નેલ્સન, ગેર્ડ નેઝર, પોલ લમ્બાર્ટ અને રિચાર્ડ હુવરને બ્લેડ રનર 20149 માટે
એનિમેટેડ ફિચર ફિલ્મ : લી અનક્રીચ અને ડાર્લા કે એન્ડર્સન ને કોકો માટે













