Not Set/ સરગવામાં રહેલું છે દૂધ કરતા ચાર ગણું વધારે કેલ્શિયમ

તમને નહિ ખબર હોય કે સરગવાના પરોઠા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખુબ જ પસંદ છે. હમણાં જયારે પીએમ મોદીની સાથે શેફ સંજીવ કપૂર સંયુક્ત અમીરાતની મુલાકાતે ગયા હતા ત્યારે તેમણે સરગવાના પરોઠા વિશેનો ખુલાસો કર્યો હતો. સરગવાનો ઉપયોગ ભારતીય રસોડામાં હજારો વર્ષોથી થઇ રહ્યો છે. સરગવાના ઘણા એવા ફાયદા છે કે જે જાણીને તમે હેરાન થઇ […]

Lifestyle

તમને નહિ ખબર હોય કે સરગવાના પરોઠા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખુબ જ પસંદ છે. હમણાં જયારે પીએમ મોદીની સાથે શેફ સંજીવ કપૂર સંયુક્ત અમીરાતની મુલાકાતે ગયા હતા ત્યારે તેમણે સરગવાના પરોઠા વિશેનો ખુલાસો કર્યો હતો.

સરગવાનો ઉપયોગ ભારતીય રસોડામાં હજારો વર્ષોથી થઇ રહ્યો છે. સરગવાના ઘણા એવા ફાયદા છે કે જે જાણીને તમે હેરાન થઇ જશો. સરગવામાંથી અનેક સારી વાનગી બનાવી શકાય છે.

Image result for drum stick

સરગવાના પરોઠા બનવવા માટે તેના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. આ પાંદડાને ઉકાળી લેવામાં આવે છે અને તેના દ્વારા લોટ બાંધવામાં આવે છે. આ ઉપરાંત તમે સરગવાના પાંદડાને પીસીને પણ લોટમાં નાખી શકો છે. આ પરોઠા સ્વાદમાં લાજવાબ અને સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.

ગુજરાતમાં વડોદરા, આણંદ, ખેડા, સાબરકાંઠા અને મહેસાણા જીલ્લામાં સરગવાની ખેતીનો (Drumstick cultivation) વ્યાપ દિવસે દિવસે વધતો જાય છે.

  • સરગવાના પાંદડામાં એન્ટી-ઓક્સીડન્ટ નામનું તત્વ હોય છે. જે બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે.Related image
  • ઉપરાંત તેમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ , આયર્ન, મેગનેશીયમ, વિટામીન એ-સી ભરપુર પ્રમાણમાં હોય છે.
  • તે પેટ, કફ અને આંખના રોગોમાં ખુબ ઉપયોગી છે. તેના દ્વારા ૮૦ પ્રકારના રોગો મટાડી શકાય છે.
  • સરગવાના પાનનો રસ કાનમાં નાખવાથી કાનના દુઃખાવામાં રાહત થાય છે.
  • તેનાથી ઉલ્ટી રોકી શકાય છે.
  • Image result for drum stick
  • સરગવામાં દૂધ કરતા ચાર ગણું વધારે કેલ્શિયમ હોય છે અને બે ગણું પ્રોટીન હોય છે.
  • આયુર્વેદ માં ૩૦૦ રોગોના ઉપચાર સરગવાના લીધે થાય છે તેનો ઉલ્લેખ કરેલો છે.
  •  શીંગોમાં કાર્બોહાઈટ્રેટ્સ ૩.૭%, પ્રોટીન ૨.૫% તેમજ વિપુલ પ્રમાણમાં ખનીજ તત્વો રહેલા છે.
  • તેના મૂળ, ફૂલ અને છાલમાં પણ ઔષધીય ગુણ સમાયેલા છે.
  • Related image
  • હેડકી અને શ્વાસની બિમારીમાં સરગવાના પાનનો રસ રાહત આપે છે.
  • Related image
  • આમ સરગવો શાકભાજી તરીકે ખૂબ જ ઉપયોગ સાબિત થયેલ છે. સરગવાની શીંગનું શાક તથા કઢી, પાન અને ફૂલની ભાજી રૂપે, મૂળ અથાણા રૂપે, રસમ, દાળ વગેરેમાં વપરાય છે.