જોધપુર,
બોલીવુડના મહાનાયક અને બીગ બી અમિતાભ બચ્ચનની તબિયત વધુ એકવાર લથડી છે. તાજેતરમાં તેઓ રાજસ્થાનના જોધપુરમાં ફિલ્મ “ઠગ્સ ઓફ હિન્દુસ્તાન” શૂટિંગમાં વ્યસ્ત હતા. અમિતાભ બચ્ચને બીમારી અંગેની જાણકારી પોતાના બ્લોગમાં જણાવી હતી.
અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં જણાવ્યું હતું કે, મારી તબિયત ખરાબ લાગી રહી છે. આ કારણે સારવાર માટે મુંબઈ પાછા ફરવાના છે. માનવામાં આવી રહ્યું છે કે, મુંબઈથી કેટલાક ડોક્ટરોની ટીમ પ્રાઇવેટ જેટ પ્લેન દ્વારા જોધપુર પહોચી છે અને ત્યારબાદ તેઓ અમિતાભ બચ્ચન સાથે વધુ સારવાર માટે મુંબઈ પહોચશે.
ડોકટરના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, બીગ બીની તબિયત ખરાબ થયા પાછળનું મુખ્ય કારણ જોધપુરમાં વધી રહેલા તાપમાનમાં શૂટિંગને બતાવવામાં આવી રહ્યું છે.
અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં લખ્યું, “સવારે ૫ વાગ્યે, એક નવી સવારની શરૂઆત, કેટલાક લોકો જીવવા માટે કામ કરે છે અને મહેનત કરે છે. આ કઠિન છે કે, વિના કોઈ મુશ્કેલીઓ વગર કઈ પણ હાંસલ થતું નથી, ખૂબ સંઘર્ષ, નિરાશા અને દર્દ થશે ત્યારે જ અમારી બધી આશાઓ પૂરી થશે. ક્યારેય થશે ક્યારેય નહિ. જયારે તેઓ નહિ જણાવે ત્યારે આપણે પોતાના સારા થવાની આવશ્યકતા છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ” મેં કાલે સવારે પોતાના ડોક્ટરોની ટીમને શરીરની તપાસ માટે બોલાવીશ અને તેઓ મને ફરીથી સેટ કરી દેશે. હું આરામ કરીશ અને આગળ શું થયું છે તે અંગે જણાવતો રહીશ.
મહત્વનું છે કે, થોડા દિવસ પહેલા જ અમિતાભ બચ્ચનનું મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં રુટીન ચેકઅપ કરવામાં આવ્યું હતું.
![]()
યશરાજ બેનરની ફિલ્મ “ઠગ્સ ઓફ હિન્દુસ્તાન”માં અમિતાભ બચ્ચન અભિનેતા આમિર ખાન સાથે લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મને લઇ અમિતાભ બચ્ચનની પહેલાની કેટલીક તસ્વીરો પણ સામે આવી હતી. આ તસ્વીરોમાં બીગ બી પોતાના માથા પર પાઘડી બાંધેલી અને પીઠ પર તલવાર લઇ એક યોદ્ધાના સ્વરૂપમાં દેખાઈ રહ્યા છે.
