Not Set/ રશિયામાં રાષ્ટ્રપતિની ચુંટણી માટે મતદાન સમાપ્ત, સર્વેમાં પુતિન સૌથી આગળ

મોસ્કો, રવિવારે રશિયામાં રાષ્ટ્રપતિની ચુંટણી માટે મતદાન યોજાયુ હતું. કુલ ૧૦ કરોડ ૯૦ લાખ મતદારો દેશના આગામી રાષ્ટ્રપતિ માટે   મતદાન કર્યું હતું. પૂર્વ રશિયાના વિસ્તારમાં સૌથી પહેલા મતદાન શરુ થયું હતું. માનવામાં આવી રહ્યું છે કે, હાલમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન જ આગળના ૬ વર્ષ માટે દેશના આ સર્વોચ્ચ પદ પર બની રહેશે કારણ કે, […]

Top Stories

મોસ્કો,

રવિવારે રશિયામાં રાષ્ટ્રપતિની ચુંટણી માટે મતદાન યોજાયુ હતું. કુલ ૧૦ કરોડ ૯૦ લાખ મતદારો દેશના આગામી રાષ્ટ્રપતિ માટે   મતદાન કર્યું હતું. પૂર્વ રશિયાના વિસ્તારમાં સૌથી પહેલા મતદાન શરુ થયું હતું.

માનવામાં આવી રહ્યું છે કે, હાલમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન જ આગળના ૬ વર્ષ માટે દેશના આ સર્વોચ્ચ પદ પર બની રહેશે કારણ કે, આ ચુંટણીમાં કોઈ પણ દિગ્ગજ નેતા પુતિન સામે ઉભા રહ્યા નથી. આ પહેલા ગત વર્ષે પ્રદર્શનો દ્વારા રશિયામાં પોતાની તાકાત જોકનાર નેતા એલેક્સી નોવલનીને આ ચુંટણી લડવા માટે રોકી દેવામાં આવ્યા હતા. ત્યારે પોતાના સામાન્ય પ્રચાર-પ્રસાર બાદ પણ પુતિન માટે રાષ્ટ્રપતિ બનવાનો રસ્તો સાફ જણાઈ રહ્યો છે.

રાષ્ટ્રપતિ ચુંટણીમાં વ્લાદિમિર પુતિનનો વિજય થાય છે. ત્યારે તેઓ રશિયામાં ચોથીવાર રાષ્ટ્રપતિ બનશે. આ પહેલ સોવિયત સંઘના સમયમાં જોસેફ સ્ટાલિન રશિયામાં સૌથી વધુ સમય સત્તા પર રહ્યા બાદ પુતિન જ સૌથી લાંબા સમય સુધી આ પદ સંભાળનારા નેતા હશે.

આ પહેલા વ્લાદિમિર પુતિન વર્ષ ૨૦૦૦માં રશિયામાં પ્રથમવાર રાષ્ટ્રપતિ તરીકે ચુંટાઈ આવ્યા હતા. ત્યારે આ ચુંટણી જીત્યા બાદ તેઓનો કાર્યકાળ ૨૦૨૪ સુધી રહેશે.

રાષ્ટ્રપતિની ચુંટણી માટે ૮ ઉમેદવારો મેદાનમાં છે પરંતુ આ ચુંટણીની ખાસ વાત એ છે કે પુતિનની વિરુધ ચુંટણી લડનારા આ આઠ ઉમેદવારોમાંથી એક નામ કસિનિયા સબચક, જે બીજું કોઈ નહિ પણ પુતિનના મિત્ર એન્તોનિયો સબચકની પુત્રી છે. કસિનિયાની વય ૩૬ વર્ષની છે અને તે ટીવી શોને હોસ્ટ પણ કરી રહી છે.

રાષ્ટ્રપતિ ની ચુંટણી પહેલા સામે આવેલા ઓપિનિયન પોલમાં ૬૫ વર્ષીય પુતિનને રશિયાના ૭૦ ટકા લોકો સમર્થન પ્રાપ્ત થયું હોવાનું જણાવવામાં આવ્યું છે. જયારે બીજી બાજુ અન્ય ઉમેદવારોને માત્ર ૭ ટકા સમર્થન પ્રાપ્ત થઇ રહ્યું છે. એક સરકારી TV ચેનલ દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ પણ પુતિનને ૬૯ ટકા વોટ મળશે.