Not Set/ ઉત્તર કોરિયા-ચીનની મુલાકાત, અમેરિકાનું વધશે ટેન્શન

પેઈનચિંન, ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ-ઉન અને તેમની પત્ની રી સોલ જૂ સાથે તેઓ ચાર દિવસના ચીન પ્રવાશ પર છે. ચીન સરકાર દ્વારા એ વાતની પુષ્ટી કરવામાં આવી છે. ચીનની સરકારી એજન્સીએ કિમ જોંગ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે કરેલી મુલાકાતના ફોટોગ્રાફ્સ પણ બહાર પાડવામાં આવ્યા હતાં. સુત્રોના જણાવ્યા મુજબ કિમે પોતાની આ ચીન […]

World

પેઈનચિંન,

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ-ઉન અને તેમની પત્ની રી સોલ જૂ સાથે તેઓ ચાર દિવસના ચીન પ્રવાશ પર છે. ચીન સરકાર દ્વારા એ વાતની પુષ્ટી કરવામાં આવી છે. ચીનની સરકારી એજન્સીએ કિમ જોંગ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે કરેલી મુલાકાતના ફોટોગ્રાફ્સ પણ બહાર પાડવામાં આવ્યા હતાં.

સુત્રોના જણાવ્યા મુજબ કિમે પોતાની આ ચીન મુલાકાત દરમિયાન પરમાણુ હથિયારોને રોકવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. જેના બદલામાં ચીને ઉત્તર કોરીયા સાથે મજબુત સબંધોનુ વચન આપ્યુ છે.

૨૦૧૧થી સત્તામાં આવેલ કિમનો આ પ્રથમ વિદેશ પ્રવાશ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કિમ જોંગે જ્યારથી દેશની શાસન સંભાળ્યું છે ત્યારથી કિમ જોંગ દેશની બહાર નથી નીકળ્યા. જેને ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચેની સંભવીત વાતચીતના ભાગરૂપે જાવામાં આવી રહ્યો છે.

સ્થાનિક સરકારના સુત્રોના જણાવ્યા મુજબ કિંગ જામ ઉનના પિતા, સુંગ અને જનરલ સેક્રેટરી કિંમ જાંગ-૨ની ઈચ્છા મુજબ ઉપમહાખંડમાં પરમાણુ હથિયારનો પ્રસાર રોકવા માટે સંકલ્પ લેવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યુ હતુ કે ઉત્તર કોરિયા અમેરિકા સાથે પણ શાંતિવાર્તા કરવા માટે તૈયાર છે. જેનાથી દુનિયામાં શાંતિ અને સ્થિરતા ટકાવી રાખવામાં મદદ મળી શકે છે.

આ મુલાકાત બાદ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપીંગે જણાવ્યુ હતુ કે ઉત્તર કોરિયા સાથે ચીનની જુની મિત્રતા વધુ ગાઢ અને મજબુત થવી જાઈએ. જિનપીંગે ઉમેર્યુ હતુ કે ચીનની રણનૈતિક ઈચ્છા છે કે બંન્ને દેશો વચ્ચેના સબંધો વધુ મજબુત બને. ચીનના રાષ્ટ્રપતિશી જિનપિંગ સાથે કરેલી મુલાકાત પછી ઉત્તર કોરિયાના કિમ જોંગ અમેરિકા સાથે વાતચિત કરવા માટે રાજી થયા છે અને શિખર સંમેલનમાં ભાગ લેવા માટે પણ હવે તે હામી ભરી રહ્યા છે.

સુત્રોના જણાવ્યા મુજબ કિંગ જાન ઉન ચીન સાથેના પોતાના સબંધો સુધારવાના ઉદેશ્યથી ચીન પહોંચ્યા છે. જે ગત કેટલાક સમયમાં ઉત્તર કોરિયાન પરમાણુ પરીક્ષણ અને આંતરાષ્ટ્રીય પ્રતિબંધોને કારણે તણાવપુર્ણ હોવાનુ માનવામાં આવી રહ્યુ હતુ. 7 વર્ષ પહેલા ઉત્તર કોરિયાની સત્તા કિમ જોંગે સંભાળી હતી.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ચીનએ ઉતર કોરિયાનો માત્ર એક મિત્ર છે. આ મહિનામાં ઉત્તર કોરીયાએ વિદેશ મંત્રીની સ્ટોકહોમમાં સ્વીડનના વડાપ્રધાન સ્ટીફન લોક્વેન સાથે મુલાકાત કરી હતી. આ પહેલા ઉત્તર કોરિયાના નેતા અને અમેરિકાના રાષ્ટ્રપતિ વચ્ચે મુલાકાત અંગે સહમતી થઈ હોવાના અહેવાલ આવ્યા હતા