ઇસ્લામાબાદ,
પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને રાજનેતા ઇમરાન ખાન પોતાના લગ્ન જીવનને લઇ વધુ એકવાર ચર્ચામાં આવ્યા છે. હાલમાં થોડાક દિવસ અગાઉ જ ત્રીજી વાર લગ્ન કરીને ચર્ચામાં આવેલા ઇમરાન ખાનની પત્ની બુશરા મેનકા પણ તેઓનું ઘર છોડીને જતી રહી હોવાનું સામે આવ્યું છે. ઈમરાનની ખાનની ત્રીજી પત્નીના ઘર છોડવા અંગે જે કારણ જણાવવામાં આવ્યું છે તે જાણીને તમે પણ ચોંકી જશો, પણ આ એક સત્ય છે.
#Pakistan 's Tehreek-e-Insaf chairman #ImranKhan 's third wife #BushraManek has reportedly returned back to her maternal home following a domestic dispute over the ex-cricketer's pet dogs.
Read @ANI Story | https://t.co/XWj1cKEHp5 pic.twitter.com/Ci6g56fScV
— ANI Digital (@ani_digital) April 25, 2018
કહેવામાં આવી રહ્યું છે કે, પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરના પાલતું કુતરાઓને લઇ બંને વચ્ચે થયેલા વિવાદને લઇ બુશરા મેનકાએ પોતાનું ઘર છોડવાનો નિર્ણય લીધો છે.
એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, મેનકાના આદેશ પર ઇમરાન ખાનન ઘરેથી બહાર કાઢવામાં આવેલા કુતરાઓની વધુ એકવાર પાછા આવી ગયા છે.
પરંતુ કુતરાઓની બહાર કાઢવા અંગેની માહિતી અંગે ઇમરાન ખાને જણાવ્યું, તેઓના જે પ્રિય શેરુ નામના કુતરાની વાત કરવામાં આવી રહી છે, જેનું કેટલાક વર્ષો પહેલા મોત થઇ ચુક્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કુતરાઓની હાજરીના કારણે બુશરાની આધ્યાત્મિક પ્રવૃત્તિઓ પ્રભાવિત થતી હતી, આ કારણે તેઓ કુતરાઓને ઘરમાંથી બહાર કાઢવા માટે માંગ કરી રહ્યા હતા.
આ ઘર છોડવા અંગે એ પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ વિવાદનું કારણ મેનકાની પાછળના લગ્નનું બાળક પણ ઇમરાન ખાનના ઘરે જ રહે છે અને આ અંગે બંને વચ્ચે કોઈ સંમતિ ન હતી.
આ ઉપરાંત ઇમરાન ખાનની બહેનોના ઘરના નવનિર્માણના કામમાં તેઓના એક્ટિવ રહેવા પર પણ બુશરાને પોતાની તફલીફ જતાવી હતી.
મહત્વનું છે કે, ગત મહિને જ ઇમરાન ખાન અને તલાકશુદા બુશરાએ એક ગોપનીય પ્રસંગમાં લગ્ન (નિકાહ) કર્યા હતા. ટીવી એન્કર રહેમ ખાન સાથેના તલાક બાદ તેઓએ બુશરા મેનકા સાથે ત્રીજીવાર લગ્ન કર્યા હતા.
