Not Set/ સ્વામિનારાયણ મંદિરોમાં હિંડોળાના દર્શન

હાલ હવેલી તેમજ સ્વામિનારાયણ મંદિરોમાં હિંડોળાના દર્શન ચાલુ છે…ત્યારે સુરતના મોટા વરાછા ખાતે આવેલા ભગવાન સ્વામિનારાયણ મંદિરમાં હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવ્યું..હિંડોળામાં હરિકૃષ્ણ મહારાજ તથા નવ ધામના દેવોને બિરાજમાન કરાવવામાં આવ્યા..જેમને ઝુલાવવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે..લાઈટ વડે રોશનીથી હિંડોળાના શણગાર કરવામાં આવ્યા…તેમજ દાદા ખાચરનો દરબાર તથા સૌરાષ્ટ્રના ગઢડાની ઝાંખી કરાવવામાં આવી..આ ઉપરાંત […]

Gujarat

હાલ હવેલી તેમજ સ્વામિનારાયણ મંદિરોમાં હિંડોળાના દર્શન ચાલુ છે…ત્યારે સુરતના મોટા વરાછા ખાતે આવેલા ભગવાન સ્વામિનારાયણ મંદિરમાં હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવ્યું..હિંડોળામાં હરિકૃષ્ણ મહારાજ તથા નવ ધામના દેવોને બિરાજમાન કરાવવામાં આવ્યા..જેમને ઝુલાવવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે..લાઈટ વડે રોશનીથી હિંડોળાના શણગાર કરવામાં આવ્યા…તેમજ દાદા ખાચરનો દરબાર તથા સૌરાષ્ટ્રના ગઢડાની ઝાંખી કરાવવામાં આવી..આ ઉપરાંત અક્ષરધામ, ગોવર્ધન લીલા તથા હિમાલયની ગુફા અને તેના પર શિવલિંગના દર્શનની ઝાંખી પણ મંદિર ખાતે કરાવવામાં આવી.. મહત્વનું છે કે વરાછા ખાતે છેલ્લા 6, 7 વર્ષથી આવા આકર્ષક હિંડોળાનું આયોજન કરવામાં આવે છે.