Not Set/ રાંદેર વિસ્તારમાં ફાયરીંગનો મામલો, ફાયરીંગ કરનાર શખ્સની કરાઈ ધરપકડ

સુરતના રાંદેરમાં કોઝ-વે રોડ પર સોમવારે રાત્રે થયેલા ફાયરીંગ મામલે ફાયરીંગ કરનાર શખ્સની ધરપકડ કરાઈ છે. એક યુવાને હવામાં ત્રણ રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. જેના પગલે રાંદેર પોલીસ દોડતી થઈ ગઈ હતી અને ગણતરીના કલાકોમાં જ પોલીસે ફાયરીંગ કરનાર યુવકને ઝડપી લીધો છે. તો સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હોવાનું ઝપાયેલા યુવકે પૂછપરછમાં પોલીસને જણાવ્યું છે. જો […]

Gujarat Surat

સુરતના રાંદેરમાં કોઝ-વે રોડ પર સોમવારે રાત્રે થયેલા ફાયરીંગ મામલે ફાયરીંગ કરનાર શખ્સની ધરપકડ કરાઈ છે. એક યુવાને હવામાં ત્રણ રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. જેના પગલે રાંદેર પોલીસ દોડતી થઈ ગઈ હતી અને ગણતરીના કલાકોમાં જ પોલીસે ફાયરીંગ કરનાર યુવકને ઝડપી લીધો છે. તો સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હોવાનું ઝપાયેલા યુવકે પૂછપરછમાં પોલીસને જણાવ્યું છે. જો કે, પારસીની જમીનના મામલે આ ફાયરીંગ થયું હોવાનું પોલીસનું તારણ છે અને એ દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.

મહત્વનું છે કે કોઝ-વે રોડ પર ગોલ્ડન ટી સ્ટોલ સામે હવામાં ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરાયું હતું. ઘટનાની જાણ કરવામાં આવતા રાંદેર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને  આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. સાથે જ ઘટનાસ્થળ આસપાસ હાજર લોકોની પણ પૂછપરછ કરવામાં આવી હતી..

દાનીશ ઉર્ફે મિનુ નામના યુવકે આ ફાયરીંગ કર્યાનું જાણવા મળતા પોલીસે તેની ધરપકડ કરી અને ઘટના સ્થળેથી ફૂટેલી એક કારતૂસ પણ જપ્ત કરી હતી. પૂછપરછમાં દાનીશે એવી કબૂલાત કરી હતી કે કોઈ અજાણ્યા માણસો તેને મારવા આવ્યા હતા. જેથી સ્વબચાવ માટે પોતે ફાયરીંગ કર્યું હતું. જોકે, પોલીસને દાનીશની આ વાત ગળે ઉતરતી નથી.