Not Set/ અમદાવાદના લાંભા તળાવમાં મહિલા સહિત 3 ડૂબ્યા, બે ના મોત

અમદાવાદ: અમદાવાદ શહેરના લાંભા ખાતે આવેલ તળાવમાં માછલી પકડવા માટે ગયેલ ત્રણ વ્યક્તિ ડૂબી ગઈ હતી. જેમાં એક કિશોર અને મહિલાના મોત નીપજ્યાં હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. જયારે અન્ય એક અજાણી વ્યક્તિ લાપતા હોવાથી તેની શોધખોળ ચાલી રહી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ શહેરના લાંભા ગામ વિસ્તારમાં આવેલ એક તળાવમાં માછલી પકડવા […]

Ahmedabad Gujarat Trending
Three drowned including a woman in Lambha Lake of Ahmedabad, two died

અમદાવાદ: અમદાવાદ શહેરના લાંભા ખાતે આવેલ તળાવમાં માછલી પકડવા માટે ગયેલ ત્રણ વ્યક્તિ ડૂબી ગઈ હતી. જેમાં એક કિશોર અને મહિલાના મોત નીપજ્યાં હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. જયારે અન્ય એક અજાણી વ્યક્તિ લાપતા હોવાથી તેની શોધખોળ ચાલી રહી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ શહેરના લાંભા ગામ વિસ્તારમાં આવેલ એક તળાવમાં માછલી પકડવા માટે ગયેલી કેટલીક વ્યક્તિઓમાંથી ત્રણ વ્યક્તિ ડૂબી હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. જેમાં એક કિશોર સાથે 35 વર્ષીય મહિલાનું મોત થયું હોવાનું જાણવા મળે છે. જ્યારે અન્ય અજાણી વ્યક્તિની શોધખોળ ચાલી રહી છે. આ તળાવમાં ત્રણ વ્યક્તિ ડૂબી હોવાની જાણ થતાં ગામ લોકો તળાવ કાંઠે ઉમટી પડ્યા હતા.

બચાવ કામગીરી માટે ફાયરબ્રિગેડની ટીમ દોડી ગઈ

શહેરના લાંભા તળાવમાં માછલી પકડવા માટે તળાવમાં પડેલી ત્રણ વ્યક્તિ ડૂબી હોવાની આશંકાના પગલે ફાયરબ્રિગેડની ટીમ લાંભા દોડી ગઈ હતી. ઘટનાસ્થળે પહોંચેલી ફાયરબ્રિગેડની ટીમે તળાવમાં ડૂબેલા પૈકી એક કિશોર અને એક મહિલાના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢ્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ તળાવમાંથી બહાર કઢાયેલી બે લાશ પૈકીની એક લાશ પંદર વર્ષીય લોરેન્સ મહેશ ખ્રિસ્તીની હોવાની તેમજ અન્ય મહિલાની લાશ ૩૫ વર્ષીય આસમા મુઝફરઅલી સૈયદની હોવાની ઓળખ કરવામાં આવી હતી. આ બંને લાંભા ગામમાં રહેતા હોવાનું પણ બહાર આવ્યું છે.

ફાયરબ્રિગેડની ટીમ દ્વારા તળાવમાં ડૂબી ગયેલી ત્રીજી વ્યક્તિની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.