Not Set/ પીવાના પાણીના મુદ્દે જોડિયા ગામ સજ્જડ બંધ, ગ્રામજનોએ ભેગા થઈને કાઢી વિશાળ રેલી

જામનગરમાં પીવાના પાણીના મુદ્દે જોડિયા ગામે સજ્જડ બંધ કર્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ સાત દિવસમાં એક જ વખત પીવાનું પાણી આવતુ હોવાથી 500થી વધુ ગ્રામજનોએ વિશાળ રેલી કાઢી હતી. તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. પીવાના પાણીની અપુરતુ વ્યવસ્થાને લીધે ગ્રામજનો રોષે ભરાયા હતા..ત્યારે આ વિશાળ રેલી યોજવામાં આવી હતી. ઉલ્લેખનીય છે […]

Top Stories Gujarat

જામનગરમાં પીવાના પાણીના મુદ્દે જોડિયા ગામે સજ્જડ બંધ કર્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ સાત દિવસમાં એક જ વખત પીવાનું પાણી આવતુ હોવાથી 500થી વધુ ગ્રામજનોએ વિશાળ રેલી કાઢી હતી.

તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. પીવાના પાણીની અપુરતુ વ્યવસ્થાને લીધે ગ્રામજનો રોષે ભરાયા હતા..ત્યારે આ વિશાળ રેલી યોજવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ઉનાળાના સમયના પ્રારંભથી જ ગ્રામજનો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ત્યારે આજે ગ્રામજનોએ વેપાર ધંધા પણ બંધ રાખીને વિરોધ પ્રદર્શન કર્યા હતાં.

મામલતદાર અને પી.જી.વી.સી.એલના અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. જિલ્લા કલેકટરને પણ આ સમસ્યા અંગે અનેક વાર રજૂઆત કરી હતી. છતાં કોઇ ઉકેલ ન આવતા આખરે ગામ સજ્જડ બંધમાં કરવામાં આવ્યુ. જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભભાઈ ધારવીયા પણ ગ્રામજનો સાથે વિશાળ રેલીમાં જોડાયા અને પીવાના પાણીની સમસ્યા અંગે વિરોધ પ્રદર્શન કર્યુ.

ચોંકાવનારી વાત તો એ છે કે આ ગામમાં સાત દિવસમાં એક જ વાર પીવાનું પાણી આવે છે. ત્યારે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે અને તેની કામગીરી અને જવાબદારીઓ પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. ત્યારે હવે ગ્રામજનો દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવી. ત્યારે હવે જોવાનું રહ્યુ કે આ ઉંઘતા તંત્રની આંખો ક્યારે ખુલે છે.