Not Set/ વકીલ કિરીટ જોશીની હત્યામાં થયો નવો ખુલાસો, જાણો શું છે એ વાત!

આ ઘટના જામનગરમાં ઘટી હતી પરંતુ આ હત્યાના મુળિયા રાજકોટ સુધી પણ પહોંચે છે. આપને જણાવી દઈએ કે સમાચાર મળ્યા છે કે રાજકોટના કોઈક વ્યક્તિએ વકીલ કિરીટ જોશીની હત્યાની સોપારી લીધી હતી. એવો ખુલાસો થયો છે કે એડવોકેટ કિરીટ જોશીની હત્યા માટે 2 કરોડ રૂપિયાની સોપારી લેવામાં આવી હતી. આવા સમાચાર મળતા જ રાજકોટ પોલીસ […]

Top Stories Gujarat Rajkot Others

આ ઘટના જામનગરમાં ઘટી હતી પરંતુ આ હત્યાના મુળિયા રાજકોટ સુધી પણ પહોંચે છે. આપને જણાવી દઈએ કે સમાચાર મળ્યા છે કે રાજકોટના કોઈક વ્યક્તિએ વકીલ કિરીટ જોશીની હત્યાની સોપારી લીધી હતી.

એવો ખુલાસો થયો છે કે એડવોકેટ કિરીટ જોશીની હત્યા માટે 2 કરોડ રૂપિયાની સોપારી લેવામાં આવી હતી. આવા સમાચાર મળતા જ રાજકોટ પોલીસ આ વ્યક્તિની તપાસમાં લાગી ગયા છે.

આપણે જણાવી દઈએ કે થોડા સમય પહેલા વકીલ કિરીટ જોશીની છરીના ઘા મારીને બર્બરતાથી હત્યા કરી નાખવમાં આવી હતી. આ ઘટનાએ પુરા જામનગરને હલ-બલાવી નાખ્યું હતું. ભીડ-ભાળવાળી જગ્યામાં બે અજાણ્યા વ્યક્તિઓએ કિરીટ સોની પર છરીના ઘા મારી હત્યા કરી નાખી હતી. ઘટના સ્થળે સીસીટીવી કેમેરા હોવાના કારણે આ સંપૂર્ણ ઘટના સીસીટીવીમાં પણ રેકોર્ડ થઇ ગઈ હતી.

હત્યા પાછળ જામીન માટે મોટી સંખ્યામાં રૂપિયાની બાબત હોવાનું કહેવામાં આવી રહ્યું છે. થોડા સમય પહેલા હત્યા કરનાર વ્યક્તિનું સ્કેચ પણ જાહેર કરવામાં આવ્યું હતું જે બધા પોલીસ સ્ટેશનમાં પ્રસારિત કરી દેવમાં આવ્યું છે.